Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલકા એટલે ભગવાનનું રૂપ, માતા-પિતાએ ક્યારેય બાળકો સામે ન કરવી આવી વાત

સમાજનું દર્પણ એટલે બાળકો દરેક માતા-પિતા ઇચ્છે કે તેમના બાળકો તેમનું નામ રોશન કરે સમાજમાં માન મોભો જળવાઇ રહે તેવા તેના બાળકો બને. બાળકોને સારા સંસ્કાર માતા-પિતાજ આપી શકે. જીવનનો પહેલો ગુરૂ એટલે માતા-પિતા.
આચાર્ય ચાણક્ય અનુસાર બાળકોની સફળતામાં માતા-પિતાની મહત્વની ભૂમિકા હોય છે. પણ ક્યારેક ક્યારેક જાણતા અજાણતા આપણે એવી ભૂલ કરીએ છીએ કે જેની બાળકોના સંસ્કારો પર અસર પડે છે. આઓ જાણીએ વિસ્તારથી માતા-પિતાએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ.
માતા-પિતાએ હંમેશા બાળકો સામે પ્રેમથી વર્તન કરવુ જોઈએ. આવુ કરવાથી બાળકો સારા શિક્ષણનો પાઠ લે છે. આચાર્ય ચાણક્ય અનુસાર આપણા બાળકો આપણા સમાજું દર્પણ છે આથી આવનારી પેઢી માટે આપણે વિચારવુ જોઈએ કે બાળકો આપણી પાસેથી શું શીખી રહ્યા છે.
બાળકો સામે ખોટો દેખાડો કરવો નહી
તમે જેવા છો તેવાજ બાળકો સામે આઓ કેમકે જો બાળકો તમને કોઈ ખોટો દેખાડો કે છલ કરતા જુએ તો તેમના મનમાંથી કાયમી તમે ઉતરી જશો. બાળકોના કુમળા માનસ પર તમારી છબી ખરાબ થઈ જશે.
બાળકો સામે સારી ભાષાનો ઉપયોગ કરો
જ્યારે આસપાસ બાળક હોય ત્યારે બોલતી વખતે ખાસ કાળજી રાખો. ખરાબ કે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન તમને બાળકથી દુર કરી દેશે. બીજુ તમે જે બોલશો તમારા બાળકો પણ બહાર જઈને એવી જ ભાષાનો ઉપયોગ કરશે આથી સાવધાન કોઈ વર્તન કરશો તેની અસર બાળકોના કુમળા માનસ પર પડશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111439670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now