2020ની સૌથી મોટી ભવિષ્યવાણીઓ: નવરાત્રી પહેલા કોરોનાનો ગરબો ઘરભેગો થશે’, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, વૈશ્વિક નેતાની હત્યાની સંભાવના
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, વૈશ્વિક નેતાની હત્યાની સંભાવના.. મહાભારતના યુદ્ધ વખતે ત્રણ ગ્રહણ થયા હતા, હાલ એવી સ્થિતિ
નવરાત્રી પૂર્વે કોરોના નેસ્તનાબુદ થશે જેથી આસો સુદ એકમે તા.૧૭મી ઓક્ટોબરથી શરુ થનાર નવરાત્રી સારી રીતે ઉજવી શકાશે. અલબત્ત, ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ, સુનામી, જ્વાળામુખી, ધરતીકંપ સહિતની કુદરતી આપત્તિઓ સર્જાશે. તદુપરાંત વૈશ્વિક નેતાની હત્યા થવાની સંભાવના છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ઓક્ટોબર-૨૦૧૯થી બુધ વિચિત્ર ગતિથી ચાલતો હોઇ મુશ્કેલી સર્જાઇ છે.સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સૂર્ય કન્યા રાશીમાં આવશે. જે સાથે કોરોનાના વળતા પાણી થશે. ત્યારબાદ બુધ મિથુન રાશીમાં પ્રવેશવા સાથે કોરોનાનો ધ એન્ડ થશે. ૫૨૦૦ વર્ષ પૂર્વે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુધ્ધ થયું ત્યારે ત્રણ ગ્રહણ થયા હતા.
એવી પરિસ્થિતી હાલમાં સર્જાઇ છે. આગામી તા.૫મી જુને જેઠ સુદ ર્પૂિણમાએ માન્ધ્ય ચન્દ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. પરંતુ ર્ધાિમક દ્રષ્ટિએ પાળવાનું નથી. જ્યારે તા.૨૧મી જુને જેઠ વદ અમાસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે જેને ર્ધાિમક દ્રષ્ટિએ પાળવાનું છે. તા.૫મી જુલાઇએ અષાઢ સુદ ર્પૂિણમા (ગુરૃર્પૂિણમા)એ માન્ધ્ય ચન્દ્રગ્રહણ શુભ છે. જે ભારતમાં દેખાવાનું ન હોઇ ર્ધાિમક દ્રષ્ટિએ પાળવાનું નથી. પ્રથમ બે ગ્રહણ વચ્ચે ૧૬ દિવસનો સમયગાળો છે.
જ્યારે બીજા અને ત્રીજા ગ્રહણ વચ્ચે ૧૪ દિવસનો સમયગાળો છે. બુધ ૬૯ દિવસ સુધી મિથુન રાશીમાં રહેશે. મિથુનરાશી વાયુતત્વની હોઇ વેપાર-વણજ તેમજ કોમ્યુનિકેશનનું દિવાળી પછી ઉજ્જવળ ભવિષ્ય સર્જાશે. શેરબજાર પણ નીચું જઇને એપ્રિલ ૨૦૨૧ સુધી પોતાનું સ્થાન ટકાવી રાખશે. કોરોનાનો અમલ ગળુ અને ફેફસા પર છે બુધની અસર પણ ગળા અને ફેફસા પર છે. સામાન્ય રીતે બુધ ૨૩થી૨૭માં દિવસે રાશી બદલે છે. પરંતુ નવેમ્બર ૨૦૧૯થી સરેરાશ ૧૫થી૧૭માં દિવસે રાશી બદલતો રહ્યો છે.
ડરનો માહોલ છે, પરંતુ ડરવાની જરૃરિયાત નથી
પ્રવર્તમાન સમયગાળામાં બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ તેમજ પ્લુટો વક્રી છે. જેને પગલે ડરનો માહોલ ઊભો થયો છે. પરંતુ સૂર્ય ગ્રહણની કુંડળીમાં આંશિક રીતે માલિકાયોગ થતો હોઇ તે શુભ છે. જેથી ડરવાની જરૃરત નથી.