શું લખું ?
ફક્ત પ્રિયે તારા નામની આગળ લખું,
કે બસ એમજ સાવ કોરો કાગળ લખું ?
ખબર અંતર પૂછું પહેલા સમયના,
કે પછી પોરો ખાઈ થોડો, અંજળ લખું ?
નિશ્ચિત નથી કંઈ હવે તારું મળવું,
છતાં તું મળે એવી અટકળ લખું.
હાલક ડોલક છે દિલો-દિમાગ બન્ને,
કે એકજ શબ્દમાં લખું તો વિહવળ લખું ?
વચ્ચેનો સમય જો દોહરાવી શકે તો,
કે એજ લી.-પહેલી અને છેલ્લી પળ લખું ?
શું લખું ?
બસ એકજ શબ્દમાં "તું " લખું.