આઝાદ ભારત - ગુલામ પ્રજા
મધરાતે મળેલ આઝાદીનો હજુ સુર્યોદય થયો જ નથી . પ્રજા હજુ ગરીબી , ભ્રષ્ટાચાર , સતાશાહી ના અંધકારમાં કેદ છે . આઝાદ ભારતમાં આંદોલનનો દોર ચાલે જ છે . છતા ભારત આઝાદ છે !
હા, લાલબહાદુર શાસ્ત્રી કર્મનિષ્ઠ હતા કોઈ સંદેહ નથી . પોતાના કાર્યકાળમા દેશને પોતાના પગ પર ઉભો રહેવા આહ્વાન કર્યું અને દેશની જનતાએ તેમના શબ્દોનો સ્વીકાર પણ કર્યો . જ્યારે સત્તામાં આવ્યા શાસ્ત્રીજી ત્યારે તેમના જ નેતાઓ કહેતા હતા " આ નાના કદનો માણસ શુ કરી શકવાનો ?"
જ્યારે ભારતની સેના લાહોરના સીમાડે ઉભી હતી ત્યારે ખબર પડી કે દેશ માટે કદ નહી મન ની જરૂર હોય છે .
ભ્રષ્ટાચારને નાથવા માટે ખીચડો સરકાર રચીને ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો અટલજીએ . પણ આ દેશના લોકોની માનસિકતા જ એટલી હલકી થઈ ગઈ કે ખરા-ખોટાનો ભેદ ઉકેલી શકવામા નિષ્ફળ નીવડી છે . એટલે જ કહેવાય કે "થોડા પણ ઈમાનદાર બનવાની કોશિશ કરો તો અટલ બિહારી પણ રન આઉટ થઈ જાય છે"
બીજા વિશ્વયુદ્ધમાં પુરો યુરોપખંડ અસ્તિત્વ ગુમાવે તે સ્થિતિમાં હતો . જર્મની, પોલેન્ટ, ફ્રાંસ , બ્રિટન વગેરે દેશમાં ભારે જાનહાનિ અને માલહાનિ થઈ હતી પુર્ણ વ્યવહાર ખોરવાય ગયો હતો છતા પણ આજે યુરોપના દેશો વિકસિત દેશમાં ગણવામા આવે છે . જ્યારે ભારત દેશ પાસે યુરોપ કરતા વધુ કુદરતી સંપત્તિ હોવા છતા પણ ગરીબી સામે લડી રહ્યો છે . આ પરિસ્થિતિનું એક જ કારણ છે વધતો જતો ભ્રષ્ટાચાર અને દોગલુ નેતાપણુ .
વિશ્વમાં કાયદો અસામાજિક તત્વો પર કાબુ લેવા ઘડવામાં આવે છે જ્યારે ભારતમાં કાયદાના જ ઓઠ નીચે મન મુકી ભ્રષ્ટાચાર આચરવામા આવે છે . વિઆઈપી લોકો માટે કાયદો એક મજાક બની ગયો છે . કાલે જ એક મંત્રીનો દીકરો શરાબપાન કરતો પકડાયો તેને શુ સજા થઈ ? નેતાઓના ચરણ ચાટે છે આજે કાયદો , ૧૯૮૦મા ચારાકાંડ કરવામાં આવ્યું તેનો ન્યાય ૨૦૧૨મા માંડ માંડ મળ્યો અને લાલુ પાંચ વરસ જેલમાં રહે એવું ફરમાન માન્ય ન્યાયાલય દ્વારા આપવામા આવ્યું .
બે દીવસ પહેલા એક છાપામાં વાંચ્યું "ગરીબીથી તંગ આવી એક માતાએ પોતાનું બાળક બસો રૂપિયામાં વહેંચ્યું " અને સાહેબ કહે છે દેશ બદલ રહા હૈ ! નેપાળને આટલા આપ્યા , બાંગ્લાદેશને આટલા આપ્યા , ભૂતાનને આટલા આપ્યા , અફધાનિસ્તાનને આટલા આપ્યા અરે સાહેબ પહેલા તમે દેશના ગરીબી લોકોને બે વખતનું જમવાનું આપો , પછી તમારે જેને જે આપવું હોય તે આપજો . ભૂખ જ માણસને હેવાન બનાવી દે છે એ યાદ રાખજે . એવું ના બને કે ભૂખથી તડપતો આપણો જ ભાઈ કાલે એક રોટલી માટે શત્રુનો હાથ થામી લે . ભૂખ જોતી નથી કોણ કોણ છે એ , ચપટી ચોખાની દાસી બનીને રહી જાય છે .
જે માતાના સ્તનમાં ધાવણ સુકાય ગયું હોય એ માતા કંઈ રીતે શિવજી કે રાણાની કલ્પના કરી શકે . પુરા ભારતને કરમુક્ત કરી શકી એટલું કાળુનાણુ વિદેશમાં પડ્યું છે . હા, તેને પાછું લાવવાના વાયદા ખુબ થયા પણ તે હજુ સુધી લાવી શકાયુ નથી . ખુબ જ સરળ કામ છે બ્લેકમની પાછી લાવી તે , ફક્ત તે રકમને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી આપો એટલે એ રકમ દેશમાં આવી જશે પણ આવુ કરે કોણ ?
મનોજ સંતોકી "માનસ"