દુષ્ટતા ત્યજી શકતા નથી દુર્જનો કદી.
સજ્જનતા આચરતા નથી દુર્જનો કદી.
ગળથૂથીમાં હોય છે બૂરું કરી જંપવું,
માનવતા મહાલતા એ નથી દુર્જનો કદી.
પરપીડન એની હોય છે વૃત્તિને પ્રવૃત્તિ,
નથી દેખાતા સભ્યતામાં એ દુર્જનો કદી.
કરે છે સંચય પાપનો માનવ હોવા છતાં,
અપકાર સદાયે કરતા એ દુર્જનો કદી.
એડવાન્સ બુકિંગ નર્કનું કરાવે આજથી,
પાપનો ઘડો પોતે ભરતા એ દુર્જનો કદી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#દુષ્ટતા