અનુભવવું
‘અન્ન એ પરબ્રમ્હ છે.’ એ ઉક્તિ તાજેતરની પરિસ્થિતિમાં બંધબેસતી અનુભવાય છે.ત્રણ મૂળભૂત જરુરિયાત રોટી ,કપડા અને મકાન માં પણ સૌ પ્રથમ તો રોટી જ છે.અન્નનાં કોઇ વિકલ્પ ન હોઇ શકે.ન દીવા પ્રગટીવવા ,ન થાળી વગાડવી કે ન પુષ્પવર્ષા કરવી. નાના બાળકોને લઇ હજારો કિલોમીટરની સાયકલ પર મુસાફરી કરી ગંતવ્ય પર પહોંચવા ઇચ્છતી વ્યક્તિને અન્ન અને આર્થિક સલામતી જ જોઇએ.તેની નૈતિકતા કે નૈતિક હિંમત એ બે વસ્તુઓ પુરતી જ સિમિત છે.મારા અન્નનાં એક એક દાણાનો વેડફાટ એ ફક્ત મારા મુખેથી નહિં પણ હજારોના મુખેથી ઝૂંટવાયેલ હોઇ શકે.માધુકરી ના રુપમાં મેળવેલું કે સ્વહક્કે મેળવેલાં અન્નનું મહાત્મ્ય જે તે વ્યક્તિ જ અનુભવી શકે.
મનીષા
#અનુભવવું