ધનવાન વ્યક્તિ પણ ગુણી, વિદ્વાન અને યોગ્ય લોકોની હેસિયતમાં સામેલ થઈ જાય છે
- દરેકને જીવનમાં ધન દ્વારા આલીશાન સુખ-સુવિધાઓને ભોગવવાનું એક સપનું હોય છે
સાંસારિક દ્રષ્ટિએ ધન કે રૂપિયા પણ એવી વસ્તુ છે જે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિકરીતે બળવાન બનાવીને ઈજ્જત, રોફ અને પદને હકદાર બનાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે—
धनेन बलवांल्लोके धनाद्भवति पण्डित:।
જેનો સરળ શબ્દોમાં અર્થ છે ધનથી માણસ તાકાતવર બને છે. માત્ર ધનવાન વ્યક્તિ પણ ગુણી, વિદ્વાન અને યોગ્ય લોકોની ફેહરિસ્તમાં સામેલ થઈ જાય છે. જ્યારે ધનના અભાવમાં કુળશ અને વિદ્વાન પણ નકારો બની જાય છે. ધનની આગળ અવગુણ, દોષ કે બદસૂરતી પણ ઢંકાઈ જાય છે.
ધનને આ વ્યાવહારિક મહત્વને લીધે જ દરેક જણ દરિદ્રતાથી છૂટકારો અને ધનીક બનવાની ઈચ્છા રાખે છે. એટલુ જ નહીં મનના કોઈ ખૂણામાં જીવનમાં ધન દ્વારા આલીશાન સુખ-સુવિધાઓને ભોગવવાનું પણ એક સપનું હોય છે.
જો તમે પણ ઠાઠથી જીવન જીવવાની ઈચ્છા ધરાવો છો તો હિન્દુ ધર્મમાં શુક્રવારના દિવસે શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને સુખ-સમૃદ્ધિ, ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે.
જો તમને ધાર્મિક કર્મ અને ઉપાસનાની ન હોય તો ધન શક્તિ વધારવા માટે જ શુક્રવારે માતા લક્ષ્મીની ઉપાસના શ્રીસૂક્તનો આ સરળ મંત્રની સાથે કરવો પણ ખૂબ જ સુખ-ઐશ્વર્ય આપનાર માનવામાં આવે છે.
-સવારે અને ખાસ કરીને સાંજના સમયે સ્નાન કરીને માતા લક્ષ્મીની મૂર્તિ સામે સામાન્ય પૂજાની સાથે આ મંત્રનો જાપ કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે.
-માતા લક્ષ્મીને લાલ ચંદન, લાલ અક્ષત, લાલ વસ્ત્ર, લાલ ફૂલ, મોસમી ફળ અર્પિત કરો.
-માતાને દૂધથી બનેલ ખીરનો ભોગ લગાવો. માતાના આ મંત્રનો યથા શક્તિ જાપ કરો—
महालक्ष्मी च विद्महे।
विष्णुपत्नी च धीमहि।
तन्नो लक्ष्मी: प्रचोदयात्।।
-પૂજા અને મંત્ર પછી ઘીનો દીવો પ્રગટાવી માતાની આરતી કરો.
-આરતી પછી ધન પ્રાપ્તિ અને સુખી જીવનની કામના કરીને પૂજા આરતીમાં થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થના કરો.