છેલ્લી ઘડી ઉપર રહી રહીને જ્યારે સ્પર્ધકોની મહેનતનું વળતર આપવામાં આવ્યું ત્યારે માતૃભારતીને હવે નીતિમત્તાના અચાનક પ્રશ્નો થવા લાગ્યા છે અને એ પણ વારંવાર સ્પર્ધાના નિયમો બદલ્યા પછી પણ.. એમને સ્પર્ધકોની જીતની ભાવના હવે લોભ લાગવા લાગી છે જ્યારે સ્પર્ધકો તો એક દિવસના 250 ના વાઉચર થી લઈને 100 રૂપિયાની ઘટાડેલી કિંમતમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા (નવા નિયમ મુજબ અઠવાડિયાનું એક લેખ મહિના ના 400 રૂપિયાના વાઉચર થાય.)
એમનું આ વલણ અને શબ્દો કોઈને પણ હતોત્સાહ કરવા પુરતા છે. અહીંયા આપણે ઘણા બધા સમયથી છીએ અને સ્પર્ધા નહતી ચાલતી ત્યારે પણ મૌલિક અને શ્રેષ્ઠ આપવા પૂરતો પ્રયત્ન કર્યો જ છે. અને એમને પ્રશ્નો હતા તો એ પહેલા પણ પોસ્ટ મૂકી જ શકતા હતા ને.!? અથવા નિયમોમાં આ વાત મેન્શન કરી શકતા હતા. જ્યારે સ્પર્ધા લંબાવવામાં આવી ત્યારે પણ નવી નિયમાવલી બહાર પાડી શકતા હતા.!?
મને ખ્યાલ છે મારા આ વિરોધથી કદાચ બહુ ફેર નહીં પડે તો પણ મને જરૂરી લાગે છે મારા મનની વાત તમારી સમક્ષ રાખવી અને તમને પણ એમના આવા વલણથી માહિતગાર કરવા..
જય જિનેન્દ્ર
શેફાલી શાહ
-- Shefali
https://www.matrubharti.com/bites/111419762