Gujarati Quote in Quotes by Sunil N Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#માન

માન વિશે મારે સુંદર સરસ મજાની વાર્તા કહેવી છે મનુષ્યનું જીવનએ બે પાસાંમાં વહેંચાયેલ છે. એના માટે એક દૃષ્ટાંત દ્વારા આપણે સમજીએ.

જંગલના ઘટાદાર વૃક્ષો પર બે પક્ષી બેઠા હતા. એક પક્ષી એ જે દરેક પ્રવૃત્તિ કરી શકતો રોજિંદા જીવનના દરેક કામકાજ પ્રવૃત્તિ કરવી..વગેરે તેના હાથમાં હતી ટૂંકમાં કહીએ તો કર્મના સિદ્ધાંત એના હાથમાં હતા. અને જ્યારે બીજા પક્ષી જેને આપણે જોઇ નથી શકતા એ માત્ર ને માત્ર પક્ષીના મનમાં વિચાર કેળવવાનું કામ કરતો.

કર્મના સિદ્ધાંતમાં પણ આ રીતનું છે આપણે આપણું જીવન પસાર કરીએ છીએ તે દરમિયાન રોજિંદા જીવનમાં ઘણા વિચાર મન માં આવતા હોય એ હકારાત્મક હોઈ શકે નકારાત્મક પણ હોઈ શકે.. બે પક્ષી ની જેમ આપણે પણ એક પક્ષી જે આપણને દેખાય છે એ આપણું શરીર છે આપણા શરીર દ્વારા આપણે દરેક પ્રવૃત્તિ કરીએ છીએ. બાળકને ભણાવવા, સારી કેળવણી આપી, પત્ની માતા-પિતા સાથે સારું વર્તન કરવું, કુટુંબમાં સારું યોગદાન આપવું, મિલનસાર સ્વભાવ રાખવો વગેરે વગેરે.. આ બધું જ છે દાર્શનિક છે જે આપણે જોઈ શકીએ છીએ જ્યારે બીજો એ દાર્શનિક હોતો નથી. તે માત્ર કર્મ અને હકારાત્મક કેળવણી આપે છે. તે આપણા મનને સમજાવે છે મારે આમ કરવું ? ન કરવું ? શા માટે કામ કરવું ? અદ્રશ્ય છે પરંતુ એક દૃષ્ટિ ગોતા છે..

અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યના મનમાં આવતા વિચારો ને હમેશાં સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવીને જીવનમાં ઉતારવા જોઈએ. સારા વિચાર દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય છે.

"પ્રકૃતિનો એક નિયમ છે કે તમે એને કોણ આપો પોતે મણ કરીને આપે છે.."

જમીનમાં રોપાયેલ એક નાનકડું બીજ આપણને અસંખ્ય અનાજ ના દાણ આપી જાય છે. આમ પ્રકૃતિ અને ઈશ્વરના નિયમ પ્રમાણે આપણા મનમાં સારા વિચારો એ આપણને અસંખ્ય સારા ફળ નું પરિણામ આપે છે. વ્યક્તિ વ્યક્તિ સાથે સારી સદભાવના, માનવતાવાદી વલણ, વસુદેવ કુટુંબકમ ની ભાવના, માતા પિતા ભાઈ અને કુટુંબ પ્રત્યેની શ્રેષ્ઠ લાગણી વગેરે મનમાં રાખીએ આપણે જીવનમાં ખૂબ ઉપયોગી નીવડે છે.

સુનિલ કુમાર નટવરલાલ શાહ

Gujarati Quotes by Sunil N Shah : 111419790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now