પ્રેમ નિષ્ઠા દ્વેષ પ્રતિશોધ પ્રસ્થાન...
માતૃભારતી સાથે લેખકો અને વાચકોના સંબંધને આ પાંચ શબ્દોમાં સમાવી શકાય.
એકજ ભાવકમાં એક કે વધુ શબ્દોના પરિબળ જોવા મળ્યા છે.
આજે આ વાત હાલમાં જ ચાલી રહેલ બાઇટ્સ શબ્દ પ્રતિયોગીતા નાં સંદર્બ માં કરવી છે.
મૂળ પ્રતિયોગતા નવા લેખકોને જોડવા અને મૌલિક રચનાઓને પ્રોત્સાહન આપવા માટે હતી. વિવિધ ભાષાઓમાં કૌશલ બતાવવા માટે હતી.
પણ અહીં માતૃભારતી પાસે સમય અને કર્મચારીઓનો અભાવ હોઈ આપણે નિર્ણય માટે લાઈક પ્રથાનો સહારો લીધો.
થયું એવું કે મૌલિકતા બાજુમાં મુકાઈ, કોઈપણ ભોગે વિજેતા થવા લાઈક મેળવવાની સ્પર્ધા યોજાઈ. કોઈ પણ ભાષામાં કશુંજ ઉપયોગીતા વિના બસ પોસ્ટ મુકી લાઈક મેળવતા નવા ભાવકો જોડાયા અને જૂના ભાવકોએ પણ કસર છોડી નહીં.
મિત્રો, આ આશય થી પ્રતિયોગીતા યોજાઈ નહોતી.
એમાં પાછું રોજ હું જીતું , એવા ભાવ વધુ તકલીફ આપતા રહ્યા, કે જેમાં રચનાત્મકતા કરતાં લોભ દેખાયો.
માતૃભારતી તમને રચનાકાર તરીકે આગળ આવવા મદદ કરશે, લોભી થવા શેયર બજાર કે સટ્ટા બજારમાં જઈને કૌશલ આજમાવીએ.
છેલ્લે, પ્રામાણિક રચનાઓનું પુનઃ અવલોકન થશે, જે રચનાઓ માં મૌલિકતા હશે એમના પુરસ્કારનું અવલોકન થશે.
પણ એક જ દિવસે બધું મેળવવાની ચાહ તમારી રચનાત્મકતા લૂંટી ન લે તે જોજો.