Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટૂંકી વાર્તા....

શીર્ષક ક્ષિતિજ વેળાએ

ડૂબતો સૂરજ....
આજે નવું વર્ષ ...ચાર-સાઢાચાર દસકા પછી મળતા બન્ને જણ...આંખો પર ચશ્મા..તેની પાછળ ધૂંધળું જોતી આંખો..ચહેરા પર થોડી થોડી કરચલિયો ,મુખમાં ઓછા થયેલા દાંત અને વાળમાં આવેલી સફેદી ની ઝલક..બન્ને એક બીજાને જોઈ મરકી પડ્યા.નક્કી કર્યા પ્રમાણે આજે બન્ને નદીના તટ પર ..બાંધેલા તેમના જેવાજ થઈ ગયેલા જર્જરિત કોટ પર ભેગા થયા હતા.મરક મરક મલક્યા.
ધીરે ધીરે ચાલતા બન્ને પોતપોતાના સંસારની વાત કરશું વિચારી રહ્યા છે પણ વાચા ઊપડતી નથી,હાથ પણ પકડવા છે...પણ ઉંચકાતા નથી...ચારે હાથ કયા પોતાના હતા..અરે હાથ શુ શરીર મા ધડકતા હૃદય પર પણ બીજાનો અધિકાર હતો હવે...મન કાચીંડા ની જેમ રંગ બદલી રહ્યું હતું ..વિચારી રહ્યું હતું શુ આ એ અમે બે જણા છીએ જ્યારે જ્યારે મળતા ત્યારે આંખો મા વીજળી જેવી ચમક હતી,શરીરમાં ચંચળતા હતી..હાથ માં હાથને તેની પકડ મજબૂત ને કલાકો સુધી ચાલ્યા કરતા રસ્તો ન વાત ખૂટતા..નદીના પાણી,ધરતી નો છેવાડો ,પવનની સુરખી નો સ્પર્શ ને મહેક અને “ડૂબતો સૂરજ”અમી છાંટણા જેવો ભાસતો...ક્ષિતિજનું આ સુંદર દ્રશ્ય હૈયા ની ધડકન નું સાક્ષી હતું .
સમય એનું કાર્ય કર્યા કરે છે ..એવો સમય આવ્યો ક્યારે બન્ને છૂટા પડી ગયા...વાયદા કાગળ પરના અક્ષરો બની ગયા..વચનો હૈયા પર ભાર..અને સાલ..વરસો..ને દાયકા વિતી ગયા.ફરી મળ્યા કે સમયે મેળવ્યા પણ ચાર ચાર દાયકા પછી..અત્યારે એ જ હાથ એકબીજાના નથી..એ હૃદય શિથિલતા અનુભવી રહ્યું છે...અચાનક બન્ને સાથે બોલી ઉઠ્યા...”જો આ “ડૂબતો સૂરજ”આપણી જેમ જ ઢળતા છાંટણા જેવો દેખાય છે.....એ ક્ષિતિજ વેળા શિથિલ થઈ ગઈ છે,પવન ની સુરખી સ્પર્શે છે પણ મહેક નો અભાવ છે....એ નદી તટ ને કોટ આપણી જેમ જર્જરિત થયાછે..અને ચશ્મા પાછળ ની આંખો ધુંધળુ જોઈ રહી છે....બોખુ મોઢું બન્ને ની ઢળતી ઉંમર નો અહેસાસ કરાવી રહ્યા છે...” બન્ને પાછા
મરક મરક મલક્યા પણ એ મલકાટ મા રાવ ફરિયાદ ભૂલી જાણે દાયકાની વાત કહેવાય ગઈ... એક સ્વર ગુંજી ઉઠ્યો “ડૂબતા સૂરજ”ને
ડૂબવા દઈએ.મીઠા મલકાટ ની મહેક બન્ને ને સ્પર્શી ગઈ...!!!શ્રી
૨૧/૧૦/૧૭

Gujarati Story by Jayshree Patel : 111397867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now