Gujarati Quote in Religious by Umakant

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચાર વલોણુ"
મોત પર મનન
ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ (અં. લૉ ઓફ ઈનર્શિયા) અનુસાર. પદાર્થને અસંતુલિત બળ દ્વારા કાર્ય ન કરવામાં આવે ત્યાં સુધી સમાન
ગતિ સાથે અને તે જ દિશામાં રહે છે. આપણા જીવનને પણ આ નિયમ લાગુ પડે છે. જ્યાં સુધી આપણે આપણા ખોરાક પાણી,રહેણી કરણી
અનુસાર જીવન વ્યતિત કરીએ છીએ ત્યાં સુધી સારી રીતે જીવન જીવી શકીએ છીએ. મોજ શોખ તરફ વળ્યા, ખાવાપીવામાં ફેરફાર કરવાથી
કુદરત આપણને ચેતવણી રૂપે રોગ આપે છે. આ ચેતવણીને દવાઓથી આપણે અવગણી જીવન જીવવાનુ ચાલુ રાખીએ છીએ.

જીવન તો વહેતા પાણી જેવું છે, તેને અવરોધ રોકી શકતો નથી, તે નવો રસ્તો કંડારી-શોધી આગળ વધે છે.ન્ યૂટનના નિયમ મુજબ રાબેતા
મુજબ જીવન જીવવામાં અવરોધ-રૂકાવટ આવવાથી જીવનમાર્ગ ફંટાઈને નવો માર્ગ અખત્યાર કરે છે. હવે આપણે શ્રીમદ ભગવદ ગીતા તરફ
નજર કરીએ આત્મા (અં.સોલ) એ વ્યક્તિ નહી પણ શક્તિ છે

જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે,
તેમ દેહધારી-આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે
....(અધ્યાય ૨. ૨૨)
આ (આત્માને) શસ્ત્રો છેદતાં નથી, અગ્નિ બાળી શકતો નથી
પાણી ભીંજવી શકતું નથી અને પવન સુરવી શકતો નથી.
...(અ.૨. ૨૩)
આ (આત્મા) છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવવો અશક્ય,
અને સૂકવવો અશક્ય જ છે; અને આ નિત્યે,બધે વ્યાપ્ત, સ્થિર,
અચળ તથા સદાનો છે. ...(અ.૨.૨૪)

ઉપર શ્રીમદ્‍ ગીતાજીમાં જણાવ્યા અનુસાર શક્તિનો નાશ થતો નથી; પરન્તુ તેનું રૂપાંતર થાય છે.
સજીવ જીવોનું મૃત્યુ એ મૃત્યુ નથી પણ શક્તિ-ઊર્જાનું એક શરીરમાંથી બીજા શરીરમાં રૂપાંતર-સ્થળાંતર છે.

જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે,
તેમ દેહધારી-આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે
....(અધ્યાય ૨. ૨૨)
શ્રી અસ્તુ

Gujarati Religious by Umakant : 111392933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now