Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Tips About Eating Food, Good And Bad Habits About Food, Religious Tips For Food

શાસ્ત્રોથી - ભોજન સાથે જોડાયેલી આ આદતો બદલી શકે છે તમારું ભાગ્ય

જમતી વખતે જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય લાભની સાથે જ દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. અહીં જાણો કોલકાતાના એસ્ટ્રોલોજર ડો. દીક્ષા રાઠી મુજબ પ્રાચીન માન્યતાઓની કેટલીક એવી વાતો જે જમતી વખતે ધ્યાન રાખવી જોઈએ. આ માન્યતાઓનું ધ્યાન રાખવા પર ખરાબ સમયથી પણ છુટકારો મળી શકે છે. જમતી વખતે યોગ્ય દિશામાં મુખ રાખવું જોઈએ. જાણો આવી જ ખાસ વાતો..

1. ક્યારેય પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ. ભોજનની થાળીને હાથમાં લઈને ભોજન ન કરવું જોઈએ.

2. ભોજન ઉભા રહીને નહીં પરંતુ બેસીને કરવું જોઈએ.

3. થાળીને કોઈ બાજોટ અથવા પાટલા પર રાખીને ભોજન કરવું જોઈએ.

4. જમવાના વાસણ સાફ હોવા જોઈએ. તૂટેલા-ફૂટેલા વાસણમાં ભોજન ન કરવું જોઈએ.

5. વ્યક્તિએ સ્નાન કરીને ને સંપૂર્ણપણે પવિત્ર થઈને ભોજન બનાવવું જોઈએ.

6. ભોજન બનાવતી વખતે મન શાંત રાખવું જોઈએ. સાથે જ આ દરમિયાન કોઈની બુરાઈ ન કરવી.

7. શુદ્ધ મનથી ભોજન બનાવશો તો ભોજન સ્વાદિષ્ટ બનશે અને અન્નની કમી પણ નહીં થાય.

8. ભોજન બનાવતા પહેલા ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. કોઈ દેવી-દેવતાના મંત્ર જાપ પણ કરી શકાય છે.

9. ભોજન બનાવતા પહેલા અન્ન દેવ, અન્નપૂર્ણા માતાનું સ્મરણ કરવું જોઈએ.

10. દેવી-દેવતાઓને ભોજન માટે આભાર વ્યક્ત કર્યા પછી ભોજન ખાઓ. સાથે જ ભગવાનને પ્રાર્થના કરો કે બધા જ ભખ્યાંને ભોજન પ્રાપ્ત થાય.

11. ભોજન પહેલા પાંચ અંગો (બંને હાથ, બંને પગ અને મુખ)ને સરખી રીતે ધોઈ લેવા જોઈએ. માન્યતા છે કે ભીના પગની સાથે ભોજન કરવા ખૂબ શુભ હોય છે. તેનાથી સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે અને ઉંમર વધે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111389779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now