ચૈત્ર નવરાત્રિના સાતમા દિવસે(31 માર્ચ) માતા દુર્ગાના કાળને જીતનારા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કાળરાત્રિ ભક્તોના દુશ્મનોનો ખાતમો બોલાવે છે અને મનોવાંછીત ફળ પ્રદાન કરે છે. તેમની પૂજાથી આપણો દરેક પ્રકારનો ભય સમાપ્ત થાય છે.
ધ્યાન મંત્રઃ-
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टक भूषणा।
वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥
અર્થાત્—માતા દુર્ગાના સાતમા સ્વરૂપનું નામ કાળરાત્રિ છે. તેમના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો એકદમ ચમકીલો છે. માથાના વાળ વિખેરાયેલા છે. ગળામાં વિધુતની જેમ ચમકતી માળા છે. તેમના ત્રણ નેત્ર છે. આ ત્રણેય નેત્ર ગોળ છે. તેમની નાસિકાના શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જવાળાઓ નિકળે છે તેમનું વાહન ગધેડું છે.