કવિવર રવિન્દ્રનાથ ટાગોર એ કહેલું કે આ દુનિયામાં જન્મ લેતું દરેક બાળક એ વાતની નિશાની છે કે, ઈશ્વર હજુ માણસ જાત થી નિરાશ નથી થયો.
ક્યારેક તો સુધરશે.....પણ........
ઇશ્વર ને જોકે તેના દરેક સર્જન વહાલા હોવા છતાં, જેમ શિક્ષક હોશિયાર વિદ્યાર્થી ને જ સવાલોના જવાબ પૂછે છે... કે સરકારી તંત્ર ની વાત કરીએ તો બધા સરખો પગાર લેતા હોવા છતાં, અધિકારી, જેને તેનામાં વિશ્વાસ હોય તેવા ચોક્કસ, ખંતિલા અને વફાદાર, તેની પાસે ગજા બહાર નું કામ હોવા છતાં, અને આ કામ બીજા કર્મચારી નું હોવા છતાં તેની પર વિશ્વાસ ના હોઈ... પોતાના વિશ્વાસુ ને કામ સોંપતો હોય છે...
તેજ રીતે.....
ઈશ્વરને તેના બધાં સર્જનોને તેની વર્તણૂંક ને આધિન, સજા કરવાની સાથે સાથે, દુ:ખ ના નિવારણ ની પણ એટલીજ ચિંતા હોઈ તે, ખાસ રત્નો જેવા આત્મા ને બીજાઓ માટે કલ્યાણકારી કામ માટે મોકલે છે.
જે ધરતી પર આવી પોતાના કામમાં રત થઈ જાય છે... જેમાં ઘણાં બધા ની સાથે સાથે વૈજ્ઞાનિકો અને ખરા અર્થમાં સેવાની દ્રષ્ટિ એ કામ કરતા ડોક્ટરો પણ આવે છે...
તે આપણી જેમ માણસ જ છે... શું તેઓને ખાવા પીવાની ,સારા કપડા પહેરવાંની , મનોરંજન કરવાની કે અન્ય ગમતા શોખ પોષવાની કે વાર તહેવાર ઉજવવાની ઇચ્છા ઓ નહીં થતી હોય? પણ તેઓ. રિબાતા જીવોની શાતા માટે રાત દિવસ જોયા વગર (ઈશ્વરે સોંપેલા કામને ડીવોંટેડ, ઘણા તો ન્હાતાં ધોતા પણ હશે કે કેમ? લગભગ તેઓ દાઢી પણ કરતા નઈ હોય! અને લઘરવઘર રહેતા હોય છે) રિબાતા જીવો ના નિવારણ ની સતત શોધમાં ડૂબેલા રહે છે.. ખાધા પીધા વગર.. ...
ઈશ્વરને પણ પોતાના આ રત્નો માં અતૂટ શ્રધ્ધા હોય છે કે, પોતાના આ રત્નોને, કીડીના પગમાં ઝાંઝર પહેરાવવા નું કામ તે સોંપશે તો પણ, તે એકાગ્રતાથી, એકપણ ઉઝરડો પાડયા વગર પહેરાવી દેશે ....
આવા ઈશ્વરીય દૂતો ને ખુબ ખુબ સલામ.....
(અહીં પોત પોતાના ચોક્કસ સ્વરૂપ માં બાંધી દીધેલા
ઈશ્વર ને ધરી લેવાની જરૂર નથી.. પ્રકૃતિના સંચાલન ને સંતુલિત કરી રાખતી, અનુભવાતી, અદ્રશ્ય શક્તિ એટલે ઇશ્વર... .)..
---------------------------------------------------------------------
દિનેશ પરમાર 'નજર '
લખ્યા તા ૨૯ માર્ચ ૨૦૨૦