ખિસ્સામાં આ રીતે રૂમાલ ફોલ્ડ કરીને રાખો છો તો થશે મોટી મુશ્કેલી
જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી નાની-નાની વાતોનો ઉલ્લેખ મળે છે જેના કારણથી ખરાબ પરિસ્થિતિઓ આપણી પર હાવિ થઇ જાય છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર આપણે કોઇપણ નાની વાતનું ધ્યાન રાખીશુ તો આપણે અનેક પ્રકારની સમસ્યાથી મુક્ત થઇ શકીશું. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિના પોકેટમાં રૂમાલ હોય છે. ખાસ કરીને તે લોકોને હાથ કે મોં લૂછવા માટે રાખે છે. પરંતુ તમે રૂમાલનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો તે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. જ્યોતિષશાસ્ત્રીમાં રૂમાલના દરૂપયોગ કરવાથી પરેશાનીનો સંકેત જણાવવામાં આવ્યો છે. તો આવો જોઇએ કેવા રૂમાલના કારણ તમને નુક્સાન થઇ શકે છે.
રૂમાલને રાખવા માટે કેટલાક લોકો ખાસ રીત અપનાવે છે અને કેટલાક લોકો વિશિષ્ટ ડિઝાઇન બનાવીને ફોલ્ડ કરે છે જો તમે પણ કંઇક આવુ કરો છો તો સાવધાન થઇ જાઓ કે રૂમાલ ફોલ્ડ કરવાની રીત ભાગ્યને ઇશારો કરે છે. એવામાં રૂમાલ ફોલ્ડ કરતા હંમેશા ધ્યાનમાં રાખો તેને માત્ર 4 કે 6 ફોલ્ડમાં જ રાખો. 4 ને લક્ષ્મીજીનો અંક માનવામાં આવે છે. 6ને શુભ પ્રતીક માનવામાં આવે છે. તેની સાથે આવું પણ ધ્યાન રહે કે રૂમાલમાં 3 કે 5 ફોલ્ડ ભૂલથી પણ ન કરો. તે વિષમ સંખ્યાઓ તમારા બનતા કામને ખરાબ કરી શકે છે અને તમે જે કામ વિચારીને ઘરેથી નીકળ્યા છો તે પુરા થતા નથી. તેમા પણ નુક્સાન થાય છે.
આપણામાંથી ઘણા લોકોની આદત હોય છે કે ખાલી સમયમાં તે કઇક વિચારતા સમયે સામે રૂમાલ રાખવામાં આવે તો તેની પર પેન કે પેન્સિલથી રેખાઓ, કોઇ આકૃતિ બનાવી છે. તેની પર કઇક લખી દે છે. પરંતુ કદાચ તમને ખબર ન હોય એવુ કરવું યોગ્ય નથી. તે તમારા મગજની ક્ષમતાને ઓછું કરે છે અને અનાવશ્યક તનાવ પેદા કરે છે. જેનાથી તમે કામમાં ધ્યાન આપી શકતા નથી.