કેવી એ ઘડી હશે, કેવી એ પળ
જ્યારે શ્રી કૃષ્ણે શરીર છોડ્યું હશે
આખી સૃષ્ટિ રડી રહી હશે
પ્રભુનો જીવ કેમ ચાલ્યો હશે
શરીર છોડીને જતા
એમના વ્હાલાને છોડીને જતા
આખી દુનિયા કઠોર થઈ શકે
પથ્થર જેવી થઈ શકે પણ,
મારો શ્યામ એના પ્રિયજનને છોડી દે
એ વાત હું ક્યારેય ન માનું.
દુઃખ તો ઘણુંય થાય છે પછી વિચાર આવે
માધવ ક્યાંય ગયા નથી
શરીર છોડી હૈયામાં આવી વસ્યા
આ જે પ્રેમનો અહેસાસ છે
માનવીની માનવ હોવાની સાબિતી
એ જ છે કૃષ્ણના હોવાની નિશાની!
- નિયતી કાપડિયા