Gujarati Quote in Motivational by મનોજ જોશી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૂજ્ય મોરારીબાપુએ આજની વૈશ્વિક આપત્તિનાં સંદર્ભમાં એક નાનકડી કથા કહી.
- એક સાધક પોતાના ગુરૂની પાસે સાધના માટે જાય છે. સાધનાના પ્રારંભે ગુરુએ તેને એક કૂવામાં ઉતાર્યો. પહેલા દિવસે ગુરુ એને નિસરણી આપી અને કૂવામાંથી ઉપર આવવા કહ્યું. એક મહિના સુધી આ રીતે સાધના ચાલતી રહી. બીજા મહિને ગુરુએ નિસરણીને બદલે ગાંઠો વાળી રસ્સી આપી.એક મહિના સુધી એ રસ્સી દ્વારા સાધક કૂવામાંથી બહાર નીકળ્યો. ત્રીજા મહિને ગુરુએ ગાંઠ વિનાની રસ્સી દ્વારા આ અનુષ્ઠાન કરાવ્યું.અને ચોથા મહિને કોઈપણ સાધન વિના, માત્ર પોતાના હાથ અને પગનો ઉપયોગ કરીને જ કૂવામાંથી બહાર આવવાનો સ્વાધ્યાય કરાવ્યો.
સાધનાના આ ક્રમમાં સાધક સફળ થયો. ગુરુ અતિ પ્રસન્ન થયા. અને પછી ફરી એકવાર ગુરુએ એને કૂવામાં ઉતારવાનું કહ્યું ત્યારે શિષ્યે કહ્યું કે "હવે કોઈ કૂવો જ બચ્યો નથી."
પૂજ્ય બાપુએ કહ્યું કે - "આપણે પણ આવા જ સંયમ અને સ્વાધ્યાયથી અનુષ્ઠાન કરશું, તો વિપત્તિ રૂપી કુવો જણાશે જ નહીં! આપણે નીજથી નિખિલ સુધી, પીંડથી બ્રહ્માંડ સુધી, આ મહામારી માંથી બહાર આવીએ.
પ્રસન્ન રહો, સાવધાન રહો અને મુસ્કુરાઓ, કારણ કે આપણે હિન્દુસ્તાનમાં છીએ!!
સર્વે ભવન્તુ સુખિનઃ
સર્વે સંતુ નિરામયા🙏

હરિ કથા સત્સંગ
ચૈત્રી નવરાત્રિ દિવસ -૧.
સંકલન : મનોજ જોશી. મહુવા.

Gujarati Motivational by મનોજ જોશી : 111374489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now