Jyotish Measure Of Remove Rahudosh
શારીરિક અને માનસિક કારણો તમને પયમાલ કરે તે પહેલા કરજો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનસિક બિમારી અને મુશ્કેલીઓ માટે મોટેભાગે રાહુ જવાબદાર છે અને શારીરિક રોગો અને તેની નબળાઈ માટે મહદઅંશે શનિની અસર જોવામાં આવે છે. આ બન્ને નબળા હોય તો શક્ય છે કે વ્યક્તિ શારીરિક અના માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે રીતે આ બન્ને ગ્રહો શારીરિક અને માનસિક અસર કરે છે તેમ આ બન્ને પર જાતકની આર્થિક બાબતો પણ નિર્ભર છે.
રાહુના કોઈપણ દોષ માટે ઉકેલ રૂપ છે શંભૂનું શરણ લેવું. એ જ રીતે શનિની મુશ્કેલીમાંથી બજરંબલી ઉગારે છે. આ બન્નેના ઉપાયો કરવાથી અને તે ગ્રહોના મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ત્રણ મહત્વની બાબતોમાં સશક્ત રહે છે અને વૃદ્ધિ થતી રહે છે.
જ્યોતિષ આ ત્રણ સંકટોમાંથી ઉગરવા માટે આ બન્ને ગ્રહોના મંત્ર અને બન્ને દેવોની પૂજા -
- રાહુનો મંત્ર - ऊं रां राहवे नम:। બોલો.
- શુદ્ધ જળથી સ્નાન કરાવો, પંચોપચાર પૂજા કરો.
- રાહુને પ્રિય સામગ્રી અર્પણ કરો. રાહુની પ્રસન્નતા માટે તેલની મિઠાઈનો ભોગ અને તેલનો દિવો કરી આરાધના કરો.
- આ રાહુ મંત્ર સોમવારે બોલવાથી ખરાબ વિચારો, માનસિક સમસ્યાઓ અને તણાવ જેવી સમસ્યાઓથી છુટકારો મળી જશે.
શિવજી -
- સોમવારે શિવપૂજા પાર્થિવલિંગ બનાવીને કરવામાં આવે તો સારું ફળ આપે છે.
- શિવલિંગને ગંગાજળથી સ્નાન કરાવી, ચંદન, ફૂલ અર્પણ કરી, પંચાક્ષરી મંત્ર કે નીચે લખેલ મંત્ર બોલો -
- ऊँ शर्वाय क्षितिमूर्तये नम:।
- ऊँ भवाय जलमूर्तये नम:।
- ऊँ रुद्राय अग्रिमूर्तये नम:।
- ऊँ उग्राय वायुमूर्तये नम:।
- ऊँ भीमाय आकाशमूर्तये नम:।
- જો પાર્થિવલિંગની પૂજા કરવી હોય તો તેનું સ્થાપન બ્રહ્મણ પાસે કરાવું વધારે યોગ્ય રહે છે.
- શિવજીની પૂજા રાહુના દોષમાંથી મુક્તિ અપાવે છે.
શનિ -
- શનિવારે શનિદેવને પણ ચંદન-ફૂલ ઉપરાંત તલ તથા કાળા અડદ ચઢાવો.
- સરસવ કે તલના તેલનો દીવો કરો, દીવો કરતા સમયે આ મંત્ર બોલો
– साज्यं च वर्तिसं युक्त वह्निना योजितं मया।
दीपं गृहाण देवेशास्त्रैलौक्यतिमिरापहम्।।
- દીવો કર્યા પછી આ શનિમંત્રનું યથાશક્તિ જપ કરો
- नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं।
छायामार्तण्ड सम्भूतं तं नमामि शनिश्चरं।।
હનુમાનજી -
- લાલ આસન પર બેઠી શ્રી હનુમાનપૂજા કરો.
- પૂજામાં સિંદૂર, ચોખા, ફૂલ ચઢાવો.
- દક્ષિણ દિશામાં મુખ રાખી રૂદ્રાક્ષની માળાથી શ્રી હનુમાન મંત્રનું યથા શક્તિ જાપ કરો.
- ऊं नमो भगवते आन्जनेयाय महा बलाय स्वाहा।
- હનુમાનજીની પૂજા શનિના દોષમાંથી મુક્તિ અપાવે છે.