Gujarati Quote in Blog by Jagruti Tanna.... Janki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કબૂતર
હવે ઊનાળો આવ્યો એટલે એક કબૂતરનો એ રોજનો નિયમ કે અમારા ઘરની સામેના ઘરની બારીના છજ્જા પર છાંયડામાં આરામ ફરમાવા આવે. એને જોઈને મનમાં બે વિચાર આવે એક તો એ કે આ કબૂતર જેવી રીતે તડકાથી બચવા માટેનો રસ્તો શોધી લે છે એ રીતે આપણી જિંદગીમાં આવતી તડકારૂપી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના રસ્તાઓ પણ ઈશ્વરે બનાવેલા જ હોય છે, જરૂર હોય છે, માત્ર શોધવાની. જો એ કબૂતર તડકામાં બેઠું બેઠું જ ઈશ્વરને તડકા વિશે ફરિયાદ અને છાંયડા માટે પ્રાર્થના કરતું રહે તો એ ત્યાં જ બેઠું રહે. પેલું કહેવાય છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા. જ્યારે પણ આપણે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરીએ તો ઈશ્વર - કુદરત કર્મ ફળ સ્વરૂપે આપણી મદદ કરે જ.

અને બીજો એ કે આકાશ કે જેને કબૂતરના માથા પરની છત કહી શકાય. જે એને ઉડવા માટે ઉદારતાથી પોતાની વિશાળતા બક્ષે છે, એ જ વિશાળ આકાશ તડકાથી તેનું રક્ષણ નથી કરી શકતો, એ રક્ષણ એને એ નાનકડા છજ્જા પાસેથી મળે છે, પણ એ છજ્જું એને ઉડવા માટે વિશાળતા ન બક્ષી શકે. કદનું મહત્વ સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે. તેમજ દરેક સિક્કાની સારી અને નરસી બે બાજુઓ રહેલી હોય છે. માટે કોઈ એક જ બાજુ જોઈને કોઈને જજ ના જ કરવું જોઈએ, કે કોઈ અભિપ્રાય ન બાંધવો જોઈએ...🖊જાગૃતિ તન્ના "જાનકી"

Gujarati Blog by Jagruti Tanna.... Janki : 111368141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now