# શું તમને ક્યારેક તમારી જ કેટલીક પરિસ્થિતિઓનો_ભાર_લાગે_છે?
તો એનો જવાબ અહીં છે.👇
એય તું સાંભળે છે....?
તું આજે કહે છે ને કે હવે આ પરિસ્થિતિનો ભાર લાગે છે,પણ તને ખબર છે ને કે કોઈ પણ પરિસ્થિતિ કાયમ નથી....
પરિસ્થિતિ એ એક એવો પડાવ છે કે તમે એની પાસે પહોંચીને એને સ્વીકારો જ છો...એમાંથી પસાર થવાનું નકકી જ હોય છે...
પણ ક્યારેક આ પરિસ્થિતિ તમારી મનગમતી પ્રવૃત્તિ અને વાતો સાથે સામ્યતા ધરાવે,ત્યારે તમને એ તમારી અનુકૂળ લાગે છે....
પણ કોઈ એક એવો પડાવ પણ આ જ પરિસ્થિતિ પ્રગટ કરે છે, જે અચાનક જ આવે છે,તમારી ઈચ્છા વિરુદ્ધ અને તમારા રસ- રુચિને પડકારી શકે એવી સાવ અલગ જ રીતે તમને તમારો હાથ ઝાલીને ખેંચીને એમની સાથે લઈ જાય છે.જેમાંથી તમને કંઈક નવું અને અલગ શીખવા અને અનુભવવા મળે છે.....
આ ગમતીલું કરવાની આપણી આદત જ આપણને આવી પરિસ્થિતિમાં મૂંઝવે છે.દરેક સ્થિતિને સહજ અને સરળતાથી જો આપણે સ્વીકારી લઇએ તો દરેક પરિસ્થિતિ આપણને અનુકૂળ જ રહેશે.....
તો , તું ય આજની આ પરિસ્થિતિથી ગભરાઈશ નહીં.આ બધું શાશ્વત સુખ કે અપાર દુ:ખની લાગણીઓથી પર છે.એ અચાનક આવી અચાનક જ આંખ સામેથી ચમત્કાર કે વંટોળ થઇને ઊડી જશે....
અહીં કશું ચિરંતન નથી.પણ હા,બધું ચેતન જરૂર છે. તું એ ચેતનાને આવકારવા માટે તત્પર રહીશ,એનો સ્વીકાર કરીશ તો આ સઘળું તને તારી અંદર જ સમેટાઈ જતું અનુભવાશે.....
તો બસ, હવે તું આજે અને આજથી આવનારી દરેક પરિસ્થિતિ માટે સજ્જ બન અને એને તારા આત્મવિશ્વાસ સાથે સ્વીકાર..બસ પછી જો ચમત્કાર...
તો તું હવે તૈયાર છે ને....?
-જિગીષા રાજ