ક્યાંક તમારી કુંડળીમાં તો નથીને એક કે તેનાથી વધું ગ્રહ વક્રી, થશે ગંભીર નુકસાન
લગભગ દરેક બીજા વ્યક્તિની કુંડળીમાં એક કે તેનાથી વધું ગ્રહ વક્રી હોય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અનેક લોકોને જીવનમાં શનિ- રાહુ – મંગળ જેવા પાપ ગ્રહ ન હોવા છતાં તે અનેક મુશ્કેલીઓ ભોગવતાં જોવા મળે છે. ત્યારે આ વિશે વ્યક્તિ જાણવા ઝંખી ઉઠે છે કે આવું કેમ છે. કુંડળીમાં દોષકારક નથી શનિ, નથી મંગળ કે નથી રાહુ છતાં આટલી મુશ્કેલીઓ કેમ છે.
બધું જ કરવા છતાં જ્યારે નિવારણ નથી થતું ત્યારે વ્યક્તિ સાહજિક રીતે જ જ્યોતિષશાસ્ત્રમાં વધું ઉંડા ઉતરતો જોવા મળે છે. જો તમારા જીવનમાં પણ આમ હોય તો તમારી કુંડળી ધ્યાનથી જુઓ. તમે જેમાં તકલીફ ભોગવી રહ્યાં હોય તે ગ્રહનું કારકત્વ ચકાસો. જો તમને ચોક્કસ ક્ષેત્રમાં જ નકારાત્મક ફળ મળતું હોય તો તે ગ્રહ તમારી કુંડળીમાં માર્ગી છે કે વક્રી છે તે ચકાસો.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહ સીધી દશામાં ન જતા ઉંધી દિશામાં જાય છે તેને વક્રી કહેવામાં આવે છે. રાહુ અને કેતુ ક્યારેય માર્ગી હોતા નથી. સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી હોતા નથી. તે સિવાયના ગ્રહો એટલે કે મંગળ,બુધ, ગુરુ, શુક્ર, શનિ વક્રી માર્ગી થતાં રહે છે. આ ઉપરાંત હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો જેવા ગ્રહો પણ વક્રી માર્ગી થતાં રહે છે.
સામાન્ય રીતે કુંડળીમાં જે ગ્રહ વક્રી હોય તે જીવનની વાસ્તવિકતા બતાવે છે ખાસ કરીને જ્યારે ગોચરમાં પણ વક્રી હોય ત્યારે તેના અશુભ ફળમાં વધારો કે ઘટાડો જોવા મળે છે તેમ જ્યોતિષીઓના એક વર્ગનું માનવું છે. જ્યારે બીજો વર્ગ માને છે કે વક્ર ગ્રહ જીવનની વાસ્તવિકતા તો બતાવે જ છે પણ તેનું ફળ જેતે ગ્રહની મહાદશામાં વિશેષ મળે છે.
જ્યારે એક એવો વર્ગ પણ છે કે જે એવું માને છે કે વક્રી ગ્રહ જો શુભ હોય કે યોગકર હોય તો ત્યારે તેની મહાદશામાં તે વધું શુભ ફળ દાતા બની જાય છે. જ્યારે અનુભવથી એવું જોવા મળે છે કે કર્મ સારા વક્રી દશામાં વધું શુભ ફળ અને કર્મ ખરાબ તો વક્રી દશામાં વધું અશુભ ફળ. જેના કર્મ સારા છે તેને કોઈ ગ્રહથી ડરવાની જરૂર નથી. સારા લોકોનું સારું થાય છે જ એ વાત સારી રીતે સમજી લેવી. તેથી નિરાશ થવું નહિં.