Gujarati Quote in Microfiction by Parmar Mayur

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વેવાઈ અને વેવાણ
બેટા તું સમજવાની કોશિશ કર તું ત્યાં લગ્ન માટે ના પાડી દે
મમ્મી તું ગમે તે કરીશ પણ લગ્ન તો હું ત્યાં જ કરીશ, મમ્મીના લાખ પ્રયત્નો છતાં દીકરી માણવા તૈયાર નથી,

સામે પક્ષે એક પિતા પુત્ર ને આ રીતે જ સમજાવી રહ્યા છે પણ પુત્ર ત્યાં જ લગ્ન કરવા મક્કમ છે,

વેવાણ વેવાઈને પ્રત્યક્ષ મળીને કહે છે બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા છે તે બંને જણા કહી રહ્યા છે કે જો લગ્ન નહીં કરાવો તો *અમે ભાગી જઈશું,

તો હવે આપણે જ ઊભી કરેલી સમસ્યા નું સમાધાન આપણે જ કોઈ પણ ભોગે કરવું પડશે,

પચ્ચીસ વર્ષ પૂર્વે થયેલ આપણી ઓળખાણે બન્ને ને સમાજથી છુપા "રક્તસંબંધો" આપ્યા છે અને હવે આટલા વર્ષો બાદ તે "લગ્ન સંબંધો" માં પરિણમે તે અજાણ સમાજને માન્ય રહેશે, પરંતુ શું આપણા બંનેના અંતરાત્માને તો આજીવન માન્ય રહેશે?

વેવાઈ કહે તો હવે આપણે શું કરવું? એ કહો, વેવાણે કહ્યું! આપણે આટલું સમજાવા છતાં અંતે તે બંનેએ આપણે જે કહ્યું તે હવે તે કરે તે પહેલાં આપણે કરીશું,

એટલે કે આપણે બંને હવે "ભાગી" જઈશુ તો લગ્ન આપોઆપ "ભાંગી" પડશે, જે સમાજ જેનાથી અજાણ છે તે બધું જ જાણશે સમાજ માં ભલે ને માનપાન ના બચે પણ એક પાપ થી તો અંતર આત્મા બચશે....

Gujarati Microfiction by Parmar Mayur : 111332666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now