તું સાથે નથી પણ હું તો સપનાંમાં તારાં દર્શન કરીને...
ખુશ છું...!
તું સાથે નથી પણ તારું નામ એકડાંની જેમ ઘુંટીને...
ખુશ છું...!
તું સાથે નથી પણ તારાં નિર્ણયને માન આપીને...
ખુશ છું...!
તું સાથે નથી પણ તારાં માટે પ્રેમની કવિતા લખીને...
ખુશ છું...!
તું સાથે નથી પણ તારી ખુશીને દિલથી શુભેચ્છા પાઠવીને...
ખુશ છું...!
તું સાથે નથી પણ તારી યાદો સાથે સમય પસાર કરીને...
ખુશ છું...!
તું સાથે નથી પણ હું તો તને ખુશ જોઈને...
ખુશ છું...!