અલ્ફાઝને પટમાં રોળવ્યાને ઘણો સમય થયો !
સંદેશ મહેબૂબ ને મોકલ્યાને ઘણો સમય થયો !
આજે પારધી સંત બની પધારીયો છે પાદરે,
જાળમાં પારેવા ભોળવ્યાને ઘણો સમય થયો !
દર્પણ પણ આજે જાણે રુસાયો છે બરાબરનો,
નીરખી તેને કેશ ઓળવ્યાને ઘણો સમય થયો !
લીસોટા જ ભાળશો તમેં વધું નહી ઝાંખો માંહ્ય,
હળ અંતર-ખેતમાં દોરવ્યાને ઘણો સમય થયો !
કૈક ઓછું જણાય છે બંધ પડીકે મુજને કદાચ ;
તમારી દુકાને પ્રેમ જોખવ્યા ને ઘણો સમય થયો !
પહેલી વાર દીસે છે તમને આ બંદો આજે તો'યે,
કેમ લાગે છે તમને ઓળખ્યાને ઘણો સમય થયો !