Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મા* લેખ.... ૧૫-૧૦-૨૦૧૯

મા એ મા છે જેનું મૂલ્ય કરવું અઘરું છે..‌ મા નું રુણ ઉતારી શકાય એમ નથી પછી એ મા ઘરની જન્મદાતા હોય કે જગતજનની અંબા માતા હોય પણ જો ઘરની મા ને દુઃખી કરી મંદિર ની માં ને ચુંદડી ઓઢાડશો તો એ ખુશ નહીં થાય... માટે ઘરની મા ને ખુશ રાખો કારણકે મા આખર મા છે... યહુદી ધર્મગ્રંથ ' તાલમૂદ ' માં એક ઠેકાણે લખ્યું છે ઈશ્વર બધે નથી પહોંચી શકતા માટે તેણે " મા " નું સર્જન કર્યું છે... કેવી ઊંચી વાત કહી છે પણ આપણે એની કદર કરતા નથી... મા એ તો પરમાત્માની નાની આવૃત્તિ છે.. મા ની મમતા ના મૂલ કરતાં તો કવિઓ પણ થાકી ગયા પણ મમતા ના મૂલ્ય ના જ કરી શકાયા.... મા ની વાત્સલ્ય ને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે.. મા ની કરુણા વિશે લખવા બેસીએ તો અક્ષરો પણ ઓછા પડે.... મા વિશે તો ખલિલ જિબ્રાન એ પણ બહુ જ મોટી અને મોંઘી વાત કરી છે... માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે " મા " .... મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે " મારી મા " ...... માની આંખોમાં આવેલ આંસુ એ આંસુ નહીં પણ એની ભાવનાઓનું લોહી છે જે વહે છે માટે મા ના આંસુ તરફ બેપરવા ના બનશો... અનેક સંતો મહંતો એ મા વિશે ઘણું કહ્યું છે અને લખાયું પણ છે.... દરેક જીવ સૃષ્ટિ ની મા જુવો એની મમતા તોલે કોઈ જ ના આવી શકે.... મા ના આશીર્વાદ એ ભાવમંગલ છે.... આખરે તો પરમાત્મામાયે " મા " જ છે.... આત્મામાં તો " મા " છે જ...... મા વિષય લખવાનો નહીં એના અસ્તિત્વ નો સ્વીકાર કરી મા ને લાગણી આપવાનો છે.... " મા એટલે જ આ દેહ " .... મા નું વ્યક્તિ એટલે મા ની આત્મામાં રહેલા બાળકો અને એમનું કલ્યાણ એ જ મા ની જિંદગી નો ધ્યેય હોય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ......

Gujarati Blog by Bhavna Bhatt : 111271138
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now