#Gandhigiri
ગાંધી એક વ્યક્તિ નથી, વિચાર છે.એમના મહાવ્રતોનું પાલન અઘરું ચોક્ક્સ પણ અશકય નથી.ગાંધી ચીંધ્યા માર્ગ પર થોડું ચાલીએ તો ઘણું. વર્ગમાં એક વાર ગાંધીજીનો પરિચય આપવાનો થયો. થોડા પ્રેરક પ્રસંગો કહ્યા.સંજોગવશાત એ દિવસે ગામમાં વાલીઓના ઘરે જવાનું થયું.ઠેરઠેર લોકોના ઘર નજીક કચરો હતો, ઘણા વ્યક્તિઓ ખુલ્લામાં શૌચાલય જતા હોવાની પણ જાણ થઈ. બીજે દિવસે મેં ગાંધીગીરી ચાલુ કરી.વર્ગના બધા બાળકો ના ઘરે જઈ જાતે કચરો વાળ્યો ને ગામસફાઈનું કાર્ય શરૂ કર્યું. બાળકોને શૌચાલયના ઉપયોગ ની વિગત વાર સમજ આપી.વાલીઓએ અમને સફાઈ કરતા જોયા એટલે ઘણાએ અમને કહ્યું કે બેન તમે બધા ના કરો અમે કાલથી અમારું ઘર આંગણું સાફ કરીશું. બીજે દિવસથી ગામ માં બધા આંગણા ચોખ્ખા જોવા મળ્યા.લોકો શોચાલય વાપરતા થયા. બાળકો પણ આવીને મને કહી દેતા કે આજે અમે અમારી ઘર આસપાસ કચરો સાફ કરી આવ્યા. બાળકોમાં સ્વચ્છતા, નિયમિતતા વધી.બીજું જોઈએ શું... ગાંધીવિચારોને આમ ઉજાગર રાખીએ. વંદે મહાત્મા