હૃદયની શુદ્ધ ભાવના, સાત્વિકતા, કરુણા, પ્રેમ, સત્ય, દયા અને કોઈનું પણ અહિત ન કરવાની નીતિ હોય ત્યારે સમગ્ર અસ્તિત્વ આપણને મદદ કરવા તત્પર રહે છે... આપણું લક્ષ્ય જ્યારે "લોકકલ્યાણ" થી" સ્વ" કલ્યાણ નું રહે છે. જ્યાં હું પણ આગળ વધુ અને બીજાઓને પણ આગળ આવવા મદદ કરું આ દ્રષ્ટિકોણ રહે... કઈ પણ ખોટું છે તો તેનો વિરોધ કરવાની શક્તિ ઈશ્વર આપી દે છે... ગાંધીજીમાં આવા ઘણા મહાન ગુણો હતા.. ગાંધીગીરી ત્યારે જ જન્મી શકે જ્યારે તમે લોકોના હૃદય સુધી પહોંચી સત્યને ઉજાગર કરી શકો.. અહિંસાનો માર્ગ એક હદ સુધી માણસ અપનાવી શકે પરંતુ તે પછી તો તેને શાંતિ જ અપનાવી પડે છે...