ગાંધીજીના વિચારો મારા જીવનમાં કેળવાઈ ગયા છે, એવું મને લાગે છે. મારા મમ્મી નાનપણથી જ વાર્તા સ્વરૂપે ગાંધીજીના જીવન પ્રસંગો મને કહેતા જેની અસર મારા પર થતી. મને ગળી સોંપારી ખાવાની આદત પડી હતી .એ પણ ગુટકા જેવુ જ કેવાય એવો વિચાર આવતા મેં એ આદત છોડી દિધી . પરીક્ષામાં પણ ક્યારેય ચોરી નથી કરી ઓછા ગુણ મેળવીને પણ મને ગર્વ થતો ધીમેધીમે આત્મવિશ્વાસ પણ વધતો ગયો.જુઠ્ઠુ ક્યારેય જરૂર પડે છતાં બોલી નથી શકતી બને તો મૌન રહી લઉ છું..મારા જીવનમાં થોડાક અંશે ગાંધીગીરીની અસર છે.એવુ મને લાગે છે.હું ખુશ છું કે આ વિચારો મને સહજ મળ્યા છે.# Gandhigiri