વાત છે 2007 ની. હું સ્નાતક પદવી ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાનગર ની સરકારી હોસ્ટેલમાં મિત્રો સાથે રહેતો હતો. થોડા સમય બાદ એક દિવસ એક મિત્રનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો. 3-4 દિવસ બાદ 5-7વ્યક્તિ ભેગા થઈ રાત્રે 1 વાગે મારી રૂમનો દરવાજો ખખડાવ્યો. મે દરવાજો ખોલ્યો તો બધા જ મારાં ઉપર ધસી આવ્યા. એમાં મારો એ મિત્ર પણ હતો જેનો ફોન ચોરાઈ ગયો હતો. અને મને મારવાનું ચાલુ કરી દીધું. 30 મીનીટ સુધી મને મારવાનું ચાલુ રાખ્યું અને પૂછવા લાગ્યા ફોન ક્યાં છે. મે ચોરી કરી ન હતી તેથી મે તેમને સમજાવવાના ગણા પ્રયત્નો કર્યા પણ તેઓ માન્યા નઈ અને મારી પાસે મોબાઈલ અથવા તેની કિંમત વસૂલવા ની શરત મૂકી. માંડ માંડ એ રાત પુરી કરી. બીજા જ દિવસે મે પૈસા એકઠા કરી તેને આપી દીધા કારણ કે મારી વાત માનવા એ લોકો તૈયાર ન હતા અને મારામાં હવે માર ખાવા ની શક્તિ ન હતી. છતાં રોજ ના મહેણાં સાંભળતો. હું દરરોજ મિત્રની રૂમ માં જઈને તેને મનાવવા માટે એક જ વાત સમજાવવાનો પ્રયત્ન કરતો કે મે તેનો મોબાઈલ ચોરી નથી કર્યો. 1 અઠવાડિયા પછી તે મિત્ર નો મોબાઈલ બીજા એક મિત્ર પાસેથી મળ્યો. તે દિવસે સાંજે જ મારી પાસે આવી ને માફી માંગવા લાગ્યો અને મને મારાં પૈસા પણ પાછા આપ્યા. એ દિવસે તેને ગણો પછતાવો થયો. મે એને માફ પણ કરી દીધો. ઝગડો વધારી શક્તોતો, મારામારી હું પણ કરી શકતો. પણ પછી એનામા અને મારામાં કોઈ ફર્ક રહેતો નહિ. એણે મારાં વિશે જે વિચાર્યું હોય એ, મારો તો એ મિત્ર હતો ને.