*એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું*
ત્યાં પહોંચીને એક વખત પણ સામે નઇ જોયું,
હૃદયરૂપી સમુદ્ર છલકાય છે માં ભારતીનો ,
દિલ દ્રવદ્રવી ઉઠે છે ,ગૂંગળામણ થાય છે ,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...
તે ઘર છોડ્યું છે , છે મને અહેસાસ તેનો, પરંતુ માં ભારતી વિશ્વગુરુ એમ જ તો નઈ બને ને, મંગળયાન પણ મારું જ સંતાન હતું ને, દૂર ગયું છે ને તારાથી એ , તો તું કેમ રિસાય છે ,હજુ તો સૂર્ય સુધી જવાનું છે, મંજિલ પહેલા પાછું વળવું તને ના શોભે,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...
એ ચંદ્રયાન
આટલો ગુસ્સો વાજબી નથી,તારા આંસુ તારો શિવન પાડે છે , રાત દિવસ એક કરીને જેણે તને બનાવ્યું છે , એ શિવનની હાલત તો જો તું,આટલું હૃદયઘાતક કેમ થઈ શકે તું ,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...
શુ કરીશ તું એકલું એકલું ત્યાં રહીને,
કેટલો સમય મૌન રહીશ તું,
કેટલો સમય મનમાં જ ગૂંગળાઈશ તું ,
મારા માટે નહીં બસ ઈસરો માટે,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...
શુ તારી એકલતાનો અહેસાસ મને નઈ હોઈ ,
તારી જનેતા છું હું મા ભારતી,
લાગણી દુભાવી છે તે યાદ રાખજે ,
આપણો પાડોશી પણ આપણી મજાક ઉડાવે છે, ખ્યાલ છે ને તને ,
ચાલ..બંને થોડું જતું કરી એ ,બંને થોડું ઢળતું મૂકીએ બસ...
દિલ ખુશ કર અને માત્ર એક વખત કઇ દે કે માં... હું મામા ની ઘરે ખુશ છું ...
એક વખત તો સ્મિત આપ તું..
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...