Quotes by Hrushit rathod in Bitesapp read free

Hrushit rathod

Hrushit rathod

@rathodhg


*એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું*

ત્યાં પહોંચીને એક વખત પણ સામે નઇ જોયું,
હૃદયરૂપી સમુદ્ર છલકાય છે માં ભારતીનો ,
દિલ દ્રવદ્રવી ઉઠે છે ,ગૂંગળામણ થાય છે ,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...

તે ઘર છોડ્યું છે , છે મને અહેસાસ તેનો, પરંતુ માં ભારતી વિશ્વગુરુ એમ જ તો નઈ બને ને, મંગળયાન પણ મારું જ સંતાન હતું ને, દૂર ગયું છે ને તારાથી એ , તો તું કેમ રિસાય છે ,હજુ તો સૂર્ય સુધી જવાનું છે, મંજિલ પહેલા પાછું વળવું તને ના શોભે,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...

એ ચંદ્રયાન
આટલો ગુસ્સો વાજબી નથી,તારા આંસુ તારો શિવન પાડે છે , રાત દિવસ એક કરીને જેણે તને બનાવ્યું છે , એ શિવનની હાલત તો જો તું,આટલું હૃદયઘાતક કેમ થઈ શકે તું ,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...

શુ કરીશ તું એકલું એકલું ત્યાં રહીને,
કેટલો સમય મૌન રહીશ તું,
કેટલો સમય મનમાં જ ગૂંગળાઈશ તું ,
મારા માટે નહીં બસ ઈસરો માટે,
એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...

શુ તારી એકલતાનો અહેસાસ મને નઈ હોઈ ,
તારી જનેતા છું હું મા ભારતી,
લાગણી દુભાવી છે તે યાદ રાખજે ,
આપણો પાડોશી પણ આપણી મજાક ઉડાવે છે, ખ્યાલ છે ને તને ,

ચાલ..બંને થોડું જતું કરી એ ,બંને થોડું ઢળતું મૂકીએ બસ...
દિલ ખુશ કર અને માત્ર એક વખત કઇ દે કે માં... હું મામા ની ઘરે ખુશ છું ...

એક વખત તો સ્મિત આપ તું..

એ ચંદ્રયાન એક વખત તો સામે જો તું ...

Read More

આપણું બાળપણ તો સાલું મસ્ત હતું કોઈ મોબાઇલની માથાકૂટ જ નહોતી...

આખા ગામમાં અમે જ ટેમ્પલ રન કરતા - એક કાળું ટાયર લઈને જાણે કોઈ ફોજ surgical strike કરવા જતી હોય તેમ...

ચોમાસામાં ખૂતખુતામણી રમવા ઘણા કલાસ બંક કરતા- જોકે સાહેબે પણ મારવાનું છોડી દીધું હતું કે આનું કાઈ ના થાય...

માચીસના પત્તાથી તો અમારી સત્તા નક્કી થતી, ઉકરડામાંથી પણ પત્તા શોધતા બોલો..આ રમત વિશે તો ઘણાને ખ્યાલ જ નઇ હોય...

ધૂળમાં લોટપોટ થઈને અનેક લખોટી ભેગી કરતા એ જ તો અમારી સાચી મૂડી હતી ત્યારે ક્યાં PUBG હતી...

સોડા બોટલના ઢાંકણની ફેરકણીની ધાર તો એમ કાઢતા કે જાણે તેનાથી યુદ્ધ કેમ લડવા જવાનું હોય...

ક્લાસમાં ભણવા કરતા વધુ ધ્યાન તો recess નો બેલ વગાડવા પેલું કોણ પહોંચે તેમાં જ રહેતું...

ક્લાસમાં ભલે ઓછા માર્ક્સ આવતા હોય પરંતુ રેલી કાઢવામાં drum તો આપણે જ વગાડવાનો હો....

બાળપણમાં અમારું એક જ લક્ષ્ય રહેતું કે super mario ને તેની queen સુધી પહોંચાડવાનો છે ગમે તેમ કરીને...

અમે તો અમારું બાળપણ મોબાઇલની બહાર જ જીવ્યા છીએ,જો જો તમારા બાળકનું બાળપણ મોબાઈલ અને TV માં જ જતું ના રહે ....

Read More

"આ દુનીયામાં એક પાનવાળો જ પૂછીને ચૂનો લગાવે છે બાકી તો........"☺️

"આજકાલના TV રિયાલિટી શો જોઈને એવું લાગે છે કે આ લોકો ટેલેન્ટ બતાવવા માટે શો બનાવે છે કે રડવા અને રડાવવા માટે!" ?


.....!@!

Read More

"ગમે તેટલી વખત Happy New Year કયો બાકી દીવાળીના બીજે દિવસે જે સાલ મુબારક કરીએ એવી ફીલિંગ નથી આવતી " ?

માત્ર આટલો જ ફરક છે ...

"આપણે નવા વર્ષમાં વડીલોને પગે લાગીએ છીએ,મંદિરે જઈએ છીએ જ્યારે તેઓ નવા વર્ષમાં દારૂની પાર્ટીઓ કરે છે"

Happy New Gregorian Year ?

Read More

"જીવનમાં કોઈ દિવસ નિરાશ નઇ થવાનું કારણ કે ગમે તેવી અંધકારમય ડરામણી રાત હોય પણ સૂર્ય તો બીજે દિવસે ઉગવાનો છે જ,નવી રોશની સાથે નવી શરૂઆત કરો."

#Winter Inspiration.

Read More

ગુજરાતી એટલે ...

નવી ગાડી લેતી વખતે પણ રિસેલ વેલ્યુ વિચારે ....

ફેરારીમાંથી ઉતરે તો પણ મોગલ છેડતો કાળો નાગ વાગતું હોય ...

મોટાભાઈ મોટાભાઈ કઈને ખિસ્સા ખાલી કરી નાખે...

ચીનના રાષ્ટ્રપતિને રિવરફ્રન્ટ ઉપર ઝુલા ખવરાવે ...

પૈસા બધા પાસેથી લેય પછી વોટ તો આપવો હોય તેને જ આપે ...

ફિક્સ ભાવ હોય અને તોય ડિસ્કાઉન્ટનું પૂછે એટલે સમજી જવાનું કે ગુજ્જુ જ હોય...

વિશ્વની પહેલી ઘટના હશે કે જ્યાં લોકો નવો ટેક્સ પણ ઉજવે (GST)...ગુજ્જુ જ કરી શકે ...

Read More

21મી સદીના ભારતનો સૌથી મોટો પ્રશ્ન શુ છે ખ્યાલ છે ?
.
.
.
.
આપણે ગાંધીજી ,સરદાર અને નેહરુને સમજી જ નથી શક્યા.

"લક્ષ્ય એટલું ઊંચું રાખવુ કે તમારા લક્ષ્ય ઉપર બીજા હસવા જોઈએ તો જ તમે જીવનમાં કઈંક મેળવી શકશો."

~Hr thoughts ..

"ક્યારેક તો એવું લાગે છે કે દેશના અડધા પ્રશ્નો તો સંદીપ મહેશ્વરી અને સંજય રાવલ જ સોલ્વ કરી નાખશે." ☺️