યાદ છે મને આજે પણ,
મારું આરતીની થાળી લઈ ઊભા રહેવું ને તારું પાસે આવી આરતી લેવું.
શરમનો ભાર એટલો લાગ્યો કે આંખોનું ફક્ત તારા હાથો નિહાળવું.
દિલમાં ઉમંગ જાગ્યો કે મારો હાથ આ હાથમાં હોય તો કેવું સારું ?
પણ હોઠ તને કંઈ કહે એ પહેલાં તારું કાયમ માટે જતાં રહેવું,
ને વરસોથી નિત્યક્રમ થઈ ગયો,
આજે પણ આરતી ની થાળી જોઈ આંખોમાં પાણી આવવું.