શું મળે છે કાના તને, મને આમ સતાવીને?
જોને કેવા હાલ થયા છે મારા તને ચાહીને!
હવે તો, રુકમણીનો પણ સંગાથ છે માધવ તને
પણ હું જીવું છું તારી યાદોની સાથે કેમ વિસરું તને
જાણે જ છે કાન તું બધી મારી હૈયા કેરી વાત
પછી કેમ સતાવે છે આખી આખી રાત મને??
જા હવે,નથી જ જોય તો પ્રેમ તારો મને
દે ફક્ત જન્મોજંન્માતંર સથવારો તારો મને
એકજ અરજ છે હવે મારી, મારા માધવ તને
બ્રિજવનમાં પણ એક તારો માળો બનાવી દેને
-કુંજદીપ ?