હલકો ઝટકો લાગ્યો જ્યારે તને પેહલીવાર એ ભીડ ની વચ્ચે જોઈ...
ના, તું નહીં પરંતુ તારી આંખો મને ખેંચી ગઈ...
એ શાંત એવી નમણી આંખો ને જોઈને ખરેખર હું ખેંચાઈ આવ્યો તારી પાસે...
મોટી મોટી ગોળ આંખો અને અની કિનારી પર અથડાતા સરોવર રૂપી મોજા મને ભીંજાવી ગયા...
તારી આંખોની એ કાજલ વિહોણી નમી મને ઘણું બધું કહી ગઈ, બસ ખાલી શબ્દો ના હતા એની પાસે...
પાંપણો ની પટપટ રૂપી જાદુગરી મને વશમાં કરી ગઈ અને હું ખેંચાઈ આવ્યો તારી પાસે...
આજે પણ આંખો બંધ કરતા ફક્ત એ જ જાદુગરી આંખો દેખાય છે જેમાં મેં એક શબ્દો વિહોણું સ્મિત જોયું હતું...
મન થી અલગ જ બની રહ્યો એ સમયે પણ દિલ ના ઘબકારા એની સીમા ઓળંગીને તને ચાહવા પર મજબૂર કરી ગયા...