હે! કૃષ્ણ,
તું જ સંગ હશે મારી પ્રીત
તો આ જગનેય જાશું જીત
તું મારી તરસતી આંખડીનો તલસાટ
તું જ મારા હરખતાં હૈયાનો વલોપાત
તું વસે છે મારી આશાઓનાં કિરણમાં
તું જ મારા અંત સમયે હશે સ્મરણમાં
તું જ મારા મનની મુરલીમાં ઉમટતા સૂર
તું જ મારા અંતરનો મીઠો -મધુરો રણકાર
તું મુજ સંગ આમ ના રમ આંખ-મિચોલી
તારી પ્રીત કાજે સઘળી સુધબુધ વિસરાઈ
ક્યારે આવશે તારા મિલનની એ ક્ષણ
હવે નથી સહેવાતો તારા વિરહનો ભાર
હે, કૃષ્ણ !...હે, કૃષ્ણ !...હે, કૃષ્ણ !...
પ્રીતિ શાહ ("અમી-પ્રીત")