*? સુંદર રચના?*
*શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,*
*માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...*
*આપણી સામે અલગ ને લોકો સામે અલગ,*
*બદલાતા માણસની જાત નથી ગમતી મને...*
*અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?*
*દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...*
*પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,*
*દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...*
*જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,*
*એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...*
*જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,*
*સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને..*
???????????