Gujarati Quote in Blog by Prashant Soni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોની નાં ધંધા પર સમજણ
વગર આક્ષેપ કરાય તયારે...

હું સોની હોવા થી...

સરળ તેમજ સમજુ ભાષા મા
લોકભોગ્ય સમજ....

નો પ્રયાસ કદાચ તમને યોગ્ય
લાગશે જ...

આપ કપડા સીવડાવો છો...!!

ત્યારે શું દરજી 3 મીટર કાપડ
માં થી પૂરા ત્રણ મીટર નો શર્ટ કે
અન્ય વસ્ત્ર સીવી શકે છે....?

"ના"

આપ જેટલા વજનનું શાક ધરે
લાવો છો તેટલા વજનનું શાક
તમારા ધરે તૈયાર બને છે....?

"ના"

તમે બ્રાન્ડેડ કંપની ની ગાડી લાવો
છો, નિયમિત service કરાવો
છો. ટેક્સ ભરો છો, હરો-ફરો છો,
વાપરો છો,ભોગવો છો.વીમો ભરો
છો,આ બધુ કર્યા પછી નવી ગાડી
લેવા માટે....

જૂની exchange કરાવો છો..!!
તયારે તે કંપની તમને શું ગાડી ની
ખરીદ કિમંત નાં 80% પૈસા આપે
છે..?

"ના"

અરે ભાઈ તમે તો..
inter national બ્રાન્ડ વસ્તુ
ખરીદ કરેલ છે....

કમ સે કમ 60% પૈસા તો મળવા
જોઈએ ને..?

"કેમ નથી મળતા....?"

આટલું સમજયા પછી,

જયારે સોની પાસે દાગીના બનાવો
ત્યારે કહો છો કે.....

તમારા દાદા એ બનાવેલ છે પૂરા
પૈસા આપજો....

( જો કે તયારે એ વાત ભૂલી
જવાય છે કે..

દાદા ને ત્રણ થી પાંચ વર્ષે પૈસા
આપેલ,અને તે વખતે ભાવ તોલા
નો 5000/-રૂપિયા હતો)

હવે વાત આવે છે...

ઈમાનદારી ની કે દાદા એ ખોટું
કરયુ જ નથી છતા સોની પાસે
તમે તો સોના નાં 80% પૈસા જ
ચાલુ ભાવ થી માંગો છો....

હવે શરૂઆતના મુદ્દાની ચર્ચા કે
ભાઈ દાગીના બનાવતા જે ઘટ્ટ
-ઘસારા પડ્યા તે...

સોની વેપારી/કારીગરે ગ્રાહક
પાસે થી ભાવ સ્વરૂપે લીધાં તો
શુ ખોટું કર્યું....???

બ્રાન્ડેડ કંપનીના દાગીના લીધા
પછી માત્ર બીજા દિવસે પરત
આપવા જજો....

તમારો એ અનુભવ ઈ-મિડીયા
મારફત જણાવજો....

જયારે પરંપરાગત સોની તમને
કે પોતાને ચોક્કસ નુકસાની ના
જાય તેવો રસ્તો કરી ને તમને
અને તમારી સાથે નો સંબંધ
સાચવશે.....

તમારા જુના દાગીનાનું મહત્તમ
મૂલ્ય આપશે જ....

ભલે બીજા સોની પાસે પણ તમે
બનાવેલ હોય...

તમારા નવા દાગીના બનાવામાં
આંખ ની શરમ રાખી,પૈસા ઓછા
પણ લેશે અને બાકી પણ રાખશે...

એક વાત ખાસ યાદ
રાખશો...!

પરંપરાગત સોની સમાજ જ
એક એવો વ્યવસાયી/કારીગર
છે જે તમને તમારા સોના નુ સમય
સાથે વળતર પણ આપે છે...

અને તમારી સાથે પેઢી દર પેઢી
નો સંબંધ પણ જાળવે છે.

આપ સર્વો ને વિનંતી:-

કોઈ સોની વેપારી/કારીગર
વિશે અધૂરા જ્ઞાન ને કારણે
ગેર- સમજ ફેલાવશો નહીં....

Gujarati Blog by Prashant Soni : 111237851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now