"સ્વાર્થી સ્વાભિમાન"
કુંવારી નદીની કરુણતા તો જોવો,
રોકાય વહેતા, રણ-રેતીના સમાજે,
એકલી સ્ત્રી પણ આમજ અટકાઈ,
ઈર્ષાળુ, પૂર્વગ્રહી, અહંકાર કાજે,
વહેવું ખળખળ, બની મીઠી વીરડી, ઝરણું ને નદી,
નથી ભળવું આ ખારાશ-એ-સમુંદર,
દીકરી બનીનેજ રહેવું ને વહેવું,
નવોઢા બની ના ભળવું ખારાશ-એ-અનુભવ,
ભળશે સાગરે, ભૂલી મીઠાશ,
ખોઈ દેશે પોતાનું, મીઠું અસ્તિત્વ,
ભળી સમાજે, કુટુંબ-કબીલે,
ગુમાવશે પોતાનું, સ્વાભિમાની સ્ત્રીત્વ,
એથીતો ભળી જાવું કુંવારા કેહવાઈ,
સૂકા રણમાં કરી કેસરિયા,
"નવલા નજરાણે" લડાઈ સ્વાભિમાનની,
પછી સમજે ક્રૂર, નિર્દયી ને સ્વાર્થી ભલે દુનિયા,
-વાઘેલા શિલ્પાબા"નવ્યા"