# Kavyotsav 2
તારું સ્મરણ
ગાલ પર આવી લટો.ત્યારે થયું તારું સ્મરણ
મારી ઉલઝી તે ક્ષણો,ત્યારે થયું તારું સ્મરણ
આ દુપટ્ટો સરકી હળવેથી ઉડ્યો, મહેકી હવા
ને પવન માદક હતો,ત્યારે થયું તારું સ્મરણ
હસવું આવ્યું આમ કંઇ કારણ વગર હું શું કરું
ગાલ પણ ભીનો થયો ,ત્યારે થયું તારું સ્મરણ
વૃક્ષની ફરતે લતા કેવી છે વળગેલી અહીં
ને પવન ઝૂમી ઉઠ્યો ,ત્યારે થયું તારું સ્મરણ
બેઠી જ્યારે હું સમંદરના કિનારે એકલી
શંખ રેતીમાં સર્યો,ત્યારે થયું તારું સ્મરણ
હું તને ક્યારેય ભૂલતી તો નથી સાચું છે પણ
યાદમાં ડૂબી પળો, ત્યારે થયું તારું સ્મરણ
ગીત મેં જ્યારે ય સુંદર સાંભળ્યું , મન ડોલ્યું ને
તાર દિલનો રળઝળ્યો, ત્યારે થયું તારું સ્મરણ
- શ્વેતા તલાટી