The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
# Kavyotsav ગઝલ - કરતો રહ્યો ખૂબ જીવી લઉ મનન કરતો રહ્યો જીવવાની લ્હાયમાં મરતો રહ્યો દૂર મારાથી થશે તો શું થશે ? કેમ હું જીવીશ એ ડરતો રહ્યો લાડલી સૂનું જ ઘર કરતી ગઈ આજ એ અહેસાસ બસ ચરતો રહ્યો શું ખબર સાચો કે ખોટો એ હતો ? ભાવ સુંદર દિલમાં એક તરતો રહ્યો હું નહીં જીવી શકું તારા વગર ભ્રમ એ તૂટ્યો ને સમય સરતો રહ્યો રાત રૂપેરી ને સુંદર કેમ થાય ? બસ ફલક માં ચાંદ એક ફરતો રહ્યો - શ્વેતા તલાટી
# Kavyotsav 2 આ રાષ્ટ્રના આજે તો એવા હાલ છે જાતિ પ્રજાતિ એમ સૌના તાલ છે તન રેશમી તેના સુંવાળા ગાલ છે મૂર્તિ નથી તેની લચકતી ચાલ છે આઝાદ કરવાને થયા લાખો શહીદ એ દેશ નિજના લોકથી બેહાલ છે તારા વગર દિવસ ગઝલથી હું ભરું તેથી લખાઈ બહુ ગઝલ શું ખ્યાલ છે ? સુખ ભાગ્યમાં તેના ઘણું , તો એમ થાય શુભ જે વિધાતા એ લખ્યું એ ભાલ છે એક વાત સાંભળ, કર્મ સારા તું કરીશ કપરા સમયમાં એ જ તારી ઢાલ છે - શ્વેતા તલાટી
# Kavyotsav 2 જરૂરી નથી પંછીને પૂરવાનું જરૂરી નથી ગમતું સૌ રાખવાનું જરૂરી નથી સાચવી રાખી મેં જે પળો મુઠ્ઠી માં ઘાવ એ ખોદવાનુ જરૂરી નથી સંપીને રહીએ તો સૌથી સારું છે પણ સૌ ને કંઇ ઝૂકવા નું જરૂરી નથી લડવુ નહિ પણ તે શત્રુ જ જો હોય તો તો પછી ભાગવા નું જરૂરી નથી મૌન આક્રોશ ઊછાળતો હોય તો કડવુ કંઇ બોલવાનું જરૂરી નથી -શ્વેતા તલાટી
# Kavyotsav 2 ગઝલ - કર્મફળ કર્મ વિના કોઈને પણ ફળ કદી મળતું નથી, ભાગ્ય તારું તું લખે, બીજું કોઈ લખતું નથી પથ લઇશ સત્કર્મોનો તો મુશ્કેલી પડશે હો ઘણી પુણ્યનું અજવાળું એવું પાપ ત્યાં ફરતું નથી વાલિયો ચાલ્યો હતો દુષ્કર્મી રાહે એકલો સાથ કુટુંબી ન આવે , કોઈ પણ ભમતું નથી ચાલવા રસ્તો લઈશ સીધો અને હિસાબ થાય કર્મના ખાતા ખુલીને જે મળે, નડતું નથી જો પ્રભુ હિસાબ તો કરશે જ ચોક્કસ,માન એ એમની આંખોને કહું ખોટું જરા ગમતું નથી -શ્વેતા તલાટી
# Kavyotsav 2 પ્રેમથી વહેતું જ ઝરણું ચાલશે આંખમાં સુંદર એ શમણું ચાલશે જિંદગીમાં છાંયડી તડકી હશે સાથ આપે પણ એ શરણું ચાલશે મન ભીતર પણ તો ઘણો કચરો મળે ગાળવા તે કેવું ગળણું ચાલશે ? ડૂબ મજધારે તું જીવનમાં કદી તટ ઉપર લાવે એ તરણું ચાલશે શાંત મન સુખી સદા રહે છે છતાં કહું કદી ચંચળ જ હરણું ચાલશે - શ્વેતા તલાટી
# Kavyotsav 2 ગઝલ “જીવન યાત્રા” આ જીવનની સુંદર યાત્રા માણી લઈએ આનંદથી જીવી ને ચાદર તાણી લઈએ કોઈને ય ખબર જ નથી કે ક્યારે પતશે તો આ થોડી બેઉ સાથે કાપી લઈએ પગને દિશાઓ મળશે, રસ્તાઓ બનશે હૈયાના દ્વાર અગર ખુલ્લા રાખી લઈએ જ્યાં પણ પ્રેમ હશે, ત્યાં થોડું મનદુઃખ રહેશે હસતા રડતા તે પણ સાથે સાંખી લઈએ ઉપર ઉપરથી નહીં, હો,સાવ જ ભીતરથી , એકબીજાનું સારું-ખોટું જાણી લઈએ હંમેશા જીવનમાં એકસરખું રહેશે નહીં તો સુખ દુઃખ સાથે ને સાથે કાપી લઈએ થોડી પળ આજે બંને સાથે બેસીને મનના આલ્બમમાં શુભ યાદો નાખી લઈએ છુટા પડશું તો શાયદ જ ફરી મળશું ને !! બાકી જે દિવસ છે સાથે ગાળી લઇએ - શ્વેતા તલાટી
# Kavyotsav 2 ગઝલ વૃધ્ધ મા બાપનું રોજ કરીએ જતન એક એ પણ તને કહું સરસ છે ભજન એમ શીખવું તો અઘરું નથી કંઈ અગર બહુ જ મહેનત કરે ,હોય મનમાં લગન વાણીમાં કેટલા શબ્દ છે ને મધુર પણ કોઈને એ કહેવા,પડે છે વજન કોઈને પણ વચન આપવું અઘરું છે દશરથે આપ્યું મોંઘુ જ એવું વચન કંઇ એ ઈશ્વરથી ઓછા ના કહેવાય ને તો કરું માતપિતાને રોજે નમન ખાસ હસતું હ્રદયને તું રાખજે સદા નહિ તો તારા જ માટે છે જીવન કફન - શ્વેતા તલાટી
# Kavyotsav 2 “બંધ કર” ફૂલ કૂણું ચૂંટવાનું બંધ કર તું કળી ને તોડવાનું બંધ કર નિર્ભયા રોજે બને નહિ કોઈ જો આમ તેને મારવાનું બંધ કર દેશને પિંખી રહ્યા છે બહારના દેશ તું તો ભાંગવાનું બંધ કર નાત રાજ્યો ધર્મના નામે અલગ આમ જૂથો પાડવાનું બંધ કર લાંચ રૂશવત સૌથી મોટા શત્રુ છે તેની સામે હારવાનું બંધ કર -શ્વેતા તલાટી
# Kavyotsav 2 તારું સ્મરણ ગાલ પર આવી લટો.ત્યારે થયું તારું સ્મરણ મારી ઉલઝી તે ક્ષણો,ત્યારે થયું તારું સ્મરણ આ દુપટ્ટો સરકી હળવેથી ઉડ્યો, મહેકી હવા ને પવન માદક હતો,ત્યારે થયું તારું સ્મરણ હસવું આવ્યું આમ કંઇ કારણ વગર હું શું કરું ગાલ પણ ભીનો થયો ,ત્યારે થયું તારું સ્મરણ વૃક્ષની ફરતે લતા કેવી છે વળગેલી અહીં ને પવન ઝૂમી ઉઠ્યો ,ત્યારે થયું તારું સ્મરણ બેઠી જ્યારે હું સમંદરના કિનારે એકલી શંખ રેતીમાં સર્યો,ત્યારે થયું તારું સ્મરણ હું તને ક્યારેય ભૂલતી તો નથી સાચું છે પણ યાદમાં ડૂબી પળો, ત્યારે થયું તારું સ્મરણ ગીત મેં જ્યારે ય સુંદર સાંભળ્યું , મન ડોલ્યું ને તાર દિલનો રળઝળ્યો, ત્યારે થયું તારું સ્મરણ - શ્વેતા તલાટી
# Kavyotsav 2 ગઝલ - દર્પણ મને આજે થયું કે લાવ જગને હું ધરૂ દર્પણ તરત જગ આવતા સામે સજળ એ તો થયું જર્જર કહે દુઃખી થઇ દર્પણ હું નથી જોતો આ દુનિયા હવે તો જો ઋણાનુબંધ ચૂકવવા થયું ઘર્ષણ ગરીબોને અહીં ફા ફા રહેવા ટંક ખાવાના તે મંદિરો મહીં તો શું જઈ લાખો કર્યું અર્પણ અહીં મા-બાપ જ્યાં ત્યાં ઠોકરો ખાતા ફરે જોઉ ખરી તો તેમની સેવા નહીં તો શું કર્યું અર્ચન ? ન આપે જીવતા તું ધ્યાન પિતૃ શ્રાદ્ધ નો ઢોંગી હતાં સાથે તે તરછોડ્યા પછી તે શું કર્યું તર્પણ -શ્વેતા તલાટી
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser