Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમનો નશો એવો તે કેવો કે, જેને થાય એને જ ન હોય ખબર કે,
એ કેટલો નશામાં ચકનાચૂર છે,
પ્રમનો તે એવો જ હોય છે નશો કે,
ચઢતાં પણ વાર નહીં અને ઉતરતા પણ વાર નહીં,
માણસને જ્યારે ચઢે પ્રેમનો નશો ત્યારે એ બેફામ લાગે અને જ્યારે ઉતરે નશો તો લાગે માણસ વેરવિખેર,
બધી વસ્તુનો‌ નશો માપમાં સારો લાગે,એમ પ્રેમ પણ જો હદમાં થાય તો જ સારું,
પ્રેમની પરિભાષા એવી અઘરી કે,
જેને થાય પ્રેમ ‌તે જ કહી શકે પરિભાષા પ્રેમની,
પ્રેમ તો કંઈ ખાડો નથી કે માણસ એમાં પડે,
પ્રેમ તો એક ભાવના છે, છે એક લાગણી,
માટે જ આપણે કહીએ છીએ કે થયો આપણને પ્રેમ,
આ પ્રેમ પણ કેવો અદભૂત દરિયો છે,જે એમાં તરે ત્યારે સુનહરી અક્ષરોમાં કવિતા વર્ણવતો હોય છે,
અને ડૂબે ત્યારે પણ કવિતાઓ જ શોધાતી હોય છે,
હોય જ્યારે પ્રેમના નશામાં માણસ ત્યારે એને અંધકારમાં પણ અજવાળું હોય છે લાગતું,
અને એ જ નશો ઉતર્યા બાદ એને અજવાળામાં અંધારપ અને અધૂરપ છવાઈ જતી હોય છે,
પ્રેમમાં માણસને સર્વસ્વ વહાલું લાગતું હોય છે,
ગમતી વ્યક્તિમાં પણ ન ગમતી વસ્તુઓ ગમવા લાગતી હોય છે,
માટે જ 'પ્રેમઝંકીત'એ પ્રેમને દવાનું નામ આપ્યું,
દવાનું પણ કંઈક આવું જ હોય છે ને કામ,
ન લેવી ગમતી હોય છતાં રોગને દૂર કરવા લ‌ઈએ છીએ આપણે એ દવા,
પ્રેમ એક રોગ છે, એક આદત છે, છે એક દવા,
અને દરેક બિમારીની દવા પ્રેમ જ હોય છે,
આથી જ કહ્યું 'પ્રેમઝંકીત'એ કે કરી તો જો એકવાર તું પ્રેમ,
બધી જ મુશ્કેલીઓ આપમેળે ન ઉકલી જાય તો કહેજે મને!

Gujarati Poem by Maitri Barbhaiya : 111165716
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now