આમ તો, દિલનું કામ તો માત્ર શરીરમાં લોહી પોહચાડવાનું ધક ધક કરવાનું છે. અને એ મને પહેલેથી જ ખબર હતી પણ આ ફિલ્મો અને વાર્તાઓ એ આપણ ને દિલની એવી આકૃતિ આપી, એવી વ્યાખ્યા આપી કે.. આપણ ને એમ જ લાગવા માંડ્યું કે આ દિલ એટલે શરીરનું કોઈ અંગ નહીં પણ મનનું એક ઇમોશન..
અને એ ઇમોશનના જ ચક્કરમાં બધાના દિલ ધડકવાને બદલે એકબીજા સાથે કનેક્ટ થવા લાગ્યા.. ને આ પ્રેમ નામની બલાનો જન્મ પણ કદાચ આમ જ થયો હશે. અને જ્યારે જ્યારે આ કનેક્ટ થયેલા દિલો વગર વિસ્ફોટે અલગ થયા ને ત્યારે ત્યારે એમાંથી એક અતિ ભયંકર રોગ વયરસ બનીને ફેલાયો. ને એને લીધે ઠેરઠેર પ્રેમના મરીજો બહાર આવ્યા.. એવા મરીજો વધ્યા ને દર્દ પણ વધ્યો.. એ દર્દનો શેરો શયરીઓ વડે વેપાર શરૂ થયો..
- પરેશ મકવાણા