#Kavyotsav -2

એક હાસ્ય રચના.....

અણગમતા નિર્ણયો લઈને, ફીડબેક પૂછે બોસ,
હસતા મોઢે, યસ સર કહેવું, અઘરું છે ભાઈ હોં...

ચોંટડુક ને કસમયના, મહેમાન ઘરે જો આવે,
ખુલ્લા દિલથી આવકારવા, અઘરું છે ભાઈ હોં...

વાતોડીયા ને પંચાતિયા, કોઈ મળી જાય રસ્તામાં,
સામેથી એમને બોલાવવા, અઘરું છે ભાઈ હોં...

મેકઅપ ના ઠઠેડા કરી, રીવ્યુ માંગે ગર્લફ્રેન્ડ,
રાજીખુશીથી, કોમ્પલીમેન્ટ કરવું, અઘરું છે ભાઈ હોં...

નીતનવા કપડાં પહેરીને, પૂછે આપણને પત્ની,
ખુશ થઈને, ખૂબ વખાણવું, અઘરું છે ભાઈ હોં...

આડીઅવળી વાનગી શીખી, પ્રયોગ કરે જો પત્ની,
મીઠ્ઠા મોઢે, ટેસ્ટી કહેવું, અઘરું છે ભાઈ હોં...

ક્રોધિત થઈને, ઉંચા અવાજે, ઝઘડે જયારે પત્ની,
શાંત મિજાજે, સોરી કહેવું, અઘરું છે ભાઈ હોં...

ખોટી વાતે, જીદે ચઢીને, રીસાય જ્યારે પત્ની,
મન મારીને, એને મનાવવી, અઘરું છે ભાઈ હોં...

--- મોક્ષેશ શાહ. ???

Gujarati Poem by Moxesh Shah : 111159829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now