#KAVYOTSAV -2
#પ્રેરણાત્મક 
રંજ તો ના રહે...
તું ખુલ્લી આંખે કોઈ નવા સપના 
જોઈ તો જો...! 
પુરા ના થાય તો શું !?
જીવંત રાખશે તને...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે સપ્તરંગી 
જોઈ જ ના શક્યો...!!!
તું કંઈક નવું સાહસ જીવનમાં 
કરી તો જો...!
સફળતા કદમ ના ચૂમે તો શું !?
નવી જાણકારી તો મળશે...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે કઈ નવું સાહસ 
કરી જ ના શક્યો...!!! 
તું ઉડવાની ઈચ્છા પુરી કરવા પ્રયત્ન 
કરી તો જો...!
આકાશને ના પામી શકે તો શું !?
નવી પાંખો તો વિકસશે...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે કોઈ પ્રયત્નને 
વરી જ ના શક્યો...!!!
તું કોઈના નિર્મળ સ્મિત નું કારણ 
બની તો જો...!
તારા દુઃખ દૂર ના થયા તો શું !?
ખુશી મળશે તને પણ...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે કોઇને કંઈ 
આપી જ ના શક્યો...!!!
તું ક્યારેક તો નિશ્ચિંત બની જીવન 
જીવી તો જો...!
તારી ચિંતા દૂર ના થાય તો શું !? 
હળવો થઈશ તું પણ...! પછી...
રંજ તો ના રહે જીવનમાં કે જિંદગી 
જીવી જ ના શક્યો...!!!
શેફાલી શાહ
-- Shefali
માતૃભારતી થકી પ્રસારિત થઇ  https://www.matrubharti.com/bites/111158472