ધોમધખતા તાપમાં મહેનત કરે છે મજૂર.
રખરખતી ' લૂ ' ને પણ અવગણે છે મજૂર.
ઉનાળો પણ બની દુર્વાસાને તાગી રહ્યો,
વીતેલાં વર્ષોની યાદે નિસાસા ભરે છે મજૂર.
શ્રમના અતિરેકે શ્વાસ એના વધી ગયાને,
પરિવારને સુખી કરવા એ વિચારે છે મજૂર.
ગ્રીષ્મના મધ્યાહ્નને પારાવાર પ્રસ્વેદ વહાવે,
રખેને કુદરત પણ કસોટી એની કરે છે મજૂર.
તનતોડ કરી મહેનત પેટપૂરતું માંડ પામતો,
શકેને યૌવન પોતાનું પરિશ્રમને ધરે છે મજૂર.
મોજશોખને વૈભવી જીવન નથી કિસ્મતમાં,
એને યાદ કરીને નયને અશ્રુઓ ભરે છે મજૂર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '