⚜?⚜
?મારા વ્હાલા *માતા-પિતા* ના ચરણો માં અર્પણ?
ક્યારેક ડુબી જાઉં છું પિતા ના વહાલ ના *દરીયામાં*,
ક્યારેક રમી લઉં છું માઁ ના અનહદ પ્રીતિ ના *ફળીયામાં*.
સમજાતું નથી કે શેના સાથે સરખાવું એ પવિત્ર આત્માઓને,
જે પણ કહું એ બધું લાગે છે નાનું આ *દુનિયામાં*.
ચાંદો ને સુરજ રોજ ઉગે છે દિવસ ને આખી રાત,
એને પણ ઝાંખા પાડી દે એવી તાકાત છે એમની *છાંયામાં*.
જે પણ છું હું એ એમની કૃપાથી જ છું,
રંક ને પણ રાજા કરી શકે એવી શક્તિ છે એમની *માયામાં*.
ફક્ત પ્રેમ જ વરસે છે એમના દિલ માંથી,
કોણ જાણે ભગવાને શું ભર્યું છે એમની રુપેરી *કાયામાં*.
*"પ્રશાંત"* બસ ઈચ્છા છે મારી એટલી જ કે,
કોઈ દિવસ નિરાશા ના આવજો એમના *જીવ્યામાં*.
?
*પ્રશાંત*