આવીને કિનારે કેવો ગરજે સમંદર.
નિતનવાં રુપ જાણે સરજે સમંદર.
ઉછળે ઉત્તંગ આભને આંબનારાં,
કરી ઉછળકૂદ કેટલું ખરચે સમંદર.
નીર લવણ તોયે મચક ના દેતો કદી,
સરિતાનાં મીઠાં નીર સમાવે સમંદર.
રત્નો અખૂટ ભર્યાં છે એના પેટાળે,
કદીએ ના કિનારે એને લાવે સમંદર.
છે શ્વસુર વિષ્ણુનો લક્ષ્મી અર્પીને,
એથી જ રખેને ગાલ બજાવે સમંદર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '