*કાનુડા વિચારજે ફરી અવતરતા,*
*નખરા તારા હવે પોષાય એમ નથી,*
*કોખ તો મળી જશે અવતરવા,*
*હીંચકા હાલરડાંના મેળ થાય એમ નથી,*
*અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,*
*માખણ ના મટકા ઘરે માંય એમ નથી,*
*જોગર્સ પાર્ક ઘર ની પાસે જ છે,*
*વૃંદાવન ની ટીકીટ મળે એમ નથી,*
*લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,*
*વાંસળી તો ક્યાંય જડે એમ નથી,*
*ગોપીઓ તો હજુ મળે છે હજાર,*
*પણ રાધાની ભાળ હવે મળે એમ નથી,*
*રાસલીલા કર તો tiktok માં મુકજે,*
*પછી કહેતો નહી like મળતા નથી,*
*કંસ કોઈ માર તો ધ્યાન રાખજે,*
*સાચા ને જામીન જલ્દી મળે એમ નથી,*
*નાગદમન તો વિચારતો જ નહીં,*
*એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,*
*મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ,*
*વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,*
*જીન્સ તો ફાવશેને વિચારી લેજે,*
*નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી,*
*ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,*
*અર્જુન જેટલો કોઈ પાસે IQ નથી,*
*one sided love થી ચેતીને ચાલજે,*
*કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,*
*આધાર કાર્ડ તો બનાવવું જ પડશે,*
*આમ હજાર નામ હવે ચાલતા નથી,*
*websiteનો તો ખર્ચો છે જ તારે,*
*તને મંદિરમાં કોઈ search કરતું નથી,*
*selfie લેતા તો ભૂલ્યા વિના શીખજે,*
*આ જૂના pose હવે ચાલે એમ નથી,*
*કાનુડા વિચારજે ફરી અવતરતા,*
*કે નખરા તારા હવે પોષાય એમ નથી.*