માનસપુત્રી સમ પ્રગટતી સાક્ષાત કવિતા.
જાણે કે અંતરની કરતી એ વાત કવિતા.
પ્રેરણા ઇશની સહજ વિચારે આવી વસે,
રખેને પ્રભુની પરમ કૃપા સૌગાત કવિતા.
હશે મા શારદાની દયાદ્રષ્ટિ સહજ પાંગરે,
ક્યારેક કોઈને સ્પર્શીને આત્મસાત કવિતા.
ઉરભાવને કાગળે કંડારીને કલમ વિરમતી,
કવિને મન હશે સર્જન મોટી મીરાત કવિતા.
સત્ય પ્રકાશતું કદી કે કરી વ્યંગ હરખતી,
શકેને કવિની પરમથી થૈ મુલાકાત કવિતા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '